પ્રેગ્નન્સીની જાહેરાત પછી પહેલી વાર જાહેરમાં જોવા મળી કિઆરા

03 March, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ સમયે કિઆરાનો ચહેરો પ્રેગ્નન્સી-ગ્લોને કારણે ચમકતો હતો અને ત્યારે તેણે સફેદ શર્ટ અને શૉર્ટ્સ પહેર્યાં હતાં જે ક્યુટ કો-ઑર્ડ સેટ જેવો લુક આપતો હતો.

કિઆરા અડવાણી

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ હાલ સોશ્યલ મીડિયામાં કિઆરાની પહેલી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી અને આ જાહેરાતના બીજા જ દિવસે તે વર્ક-કમિટમેન્ટ પૂરું કરવા માટે ઘરની બહાર જોવા મળી હતી. એ સમયે કિઆરાનો ચહેરો પ્રેગ્નન્સી-ગ્લોને કારણે ચમકતો હતો અને ત્યારે તેણે સફેદ શર્ટ અને શૉર્ટ્સ પહેર્યાં હતાં જે ક્યુટ કો-ઑર્ડ સેટ જેવો લુક આપતો હતો. આ સમયે ફોટોગ્રાફરો દ્વારા અભિનંદન મળતાં કિઆરા આરામથી ઊભી રહી હતી અને તેણે સામે હાથ હલાવીને આભાર માન્યો. આ પછી તે પોતાની વૅનિટી વૅનની અંદર ચાલી ગઈ હતી.

kiara advani sidharth malhotra bollywood bollywood news entertainment news social media