ફિલ્મો પહેલા બાળકો સંભાળતી હતી આ અભિનેત્રી, હવે આપશે 'ગુડ ન્યૂઝ'

06 December, 2019 07:44 PM IST  |  Mumbai Desk

ફિલ્મો પહેલા બાળકો સંભાળતી હતી આ અભિનેત્રી, હવે આપશે 'ગુડ ન્યૂઝ'

કિયારા અડવાણીએ આ વર્ષે 'કબીર સિંહ' જેવી હિટ ફિલ્મ આપીને બોલીવુડમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. કિયારાએ વર્ષ 2014માં ફિલ્મ 'ફગલી' દ્વારા પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. કિયારા પાસે હવે ઘણી બધી ફિલ્મોના સારાં ઑફર્સ છે. હવે તેની આગામી ફિલ્મ 'ગુડ ન્યૂઝ' છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી એક ગર્ભવતી મહિલાનું પાત્ર ભજવશે.

આ એક કૉમેડી ડ્રામા છે. તાજેતરમાં જ કિયારાએ જણાવ્યું કે એક્ટ્રેસ બનતાં પહેલા તે બાળકો સંભાળતી હતી. બૉમ્બે ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કિયારાએ કહ્યું, "એક્ટર બનતા પહેલા મારી પહેલી જૉબ મારી માતાની પ્રી-સ્કૂલમાં લાગી હતી. હું ત્યાં સવારે 7 વાગ્યે પહોંચીને બાળકોની સારસંભાળ લેતી હતી."

"મેં બાળકોને સંભાળવાના બધાં કામ કર્યા છે. હું નર્સરીની કવિતાઓ ગાતી હતી, તેમને આલ્ફાબેટ્સ અને નંબર્સ યાદ કરાવતી હતી. અહીં સુધી કે મેં તેમના ડાયપર પણ બદલાવ્યા છે. હું બાળકોને ખૂબ જ પ્રેમ કરું છું ક્યારેક હું મારું બાળક ઇચ્છીશ તો મને લાગે છે કે આ જીવનનો સૌથી સુંદર અનુભવ હશે."

જણાવીએ કે કિયારાના ફિલ્મ 'કબીર સિંહ' માટે વખાણ થયા છે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું હતું, આ ફિલ્મમાં તેની કાસ્ટિંગ શાહિદ કપૂરની અપોઝિટ કરવામાં આવી હતી. કિયારાએ 'ફગલી' પછી એમએસ ધોની, મશીન, લસ્ટ સ્ટોરીઝ અને કલંકમાં પોતાની એક્ટિંગનો પરિચય આપ્યો છે.

આ પણ વાંચો : લગ્નની સિઝનમાં કેમ દેખાશો અલગ, જાણો બોલીવુડની હસીનાઓ પાસેથી

કિયારાએ સાઉથની ફિલ્મોમાં પણ સારું સ્થાન બનાવ્યું છે. ફિલ્મ ગુડ ન્યૂઝની વાત કરીએ તો આમાં તે અક્ષય કુમાર, કરીના કપૂર અને દિલજીત દોસાંઝ સાથે મુખ્ય પાત્ર ભજવશે. આ સિવાય, 'લક્ષ્મી બૉમ્બ', 'ઇન્દુ કી જવાની', 'ભૂલ ભૂલૈયા', 'શેરશાહ' પણ તેની આગામી ફિલ્મોની લિસ્ટ છે.

kiara advani bollywood bollywood news bollywood gossips