કિઆરાએ પ્રેગ્નન્સીને લીધે ડૉન 3માં કામ કરવાની ના પાડી

07 March, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કિઆરા ‘ડૉન 3’માં મહત્ત્વનો રોલ ભજવવાની હતી. ડિરેક્ટર ફરહાન અખ્તરની આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે અને વિક્રાન્ત મેસી પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે

કિઆરા અડવાણી

કિઆરા અડવાણીનું જીવન અત્યારે પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. હાલમાં તેણે પોતાની પ્રેગ્નન્સીના સમાચાર મીડિયા અને ફૅન્સ સાથે શૅર કર્યા હતા. કિઆરાનો પતિ અને ઍક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા પણ તેની પૂરતી કાળજી લઈ રહ્યો છે. હાલમાં કિઆરા ‘ટૉક્સિક’ અને ‘વૉર 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે આ બદલાયેલી પરિસ્થિતિમાં કિઆરાએ તેની આગામી ફિલ્મ ‘ડૉન 3’માં કામ ન કરવાનો નિર્ણય લીધો છે.

કિઆરા ‘ડૉન 3’માં મહત્ત્વનો રોલ ભજવવાની હતી. ડિરેક્ટર ફરહાન અખ્તરની આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે અને વિક્રાન્ત મેસી પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ આપેલી માહિતી પ્રમાણે કિઆરા હવે પોતાની પ્રેગ્નન્સી પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે અને આને લીધે તેણે ‘ડૉન 3’માં કામ કરવાની ના પાડી દીધી છે.

કિઆરાના આ નિર્ણય પછી હવે મેકર્સ આ ફિલ્મ માટે નવી હિરોઇન શોધી રહ્યા છે.

kiara advani don ranveer singh upcoming movie vikrant massey farhan akhtar bollywood bollywood news entertainment news