17 June, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પપ્પા જગદીશ અડવાણી સાથે કિઆરા અત્યારે અને બાળપણમાં અને ત્રીજી તસવીરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના પપ્પા સાથે.
ગઈ કાલે ફાધર્સ ડે નિમિત્તે કિઆરા અડવાણીએ પોતાના પપ્પા જગદીપ અડવાણી, સિદ્ધાર્થના પપ્પા સુનીલ મલ્હોત્રા અને હવે પપ્પા બનવા જઈ રહેલા પતિ સિદ્ધાર્થ વિશે ઇન્સ્ટાગ્રામ પર સરસ પોસ્ટ મૂકી હતી.
કિઆરાએ સૌથી પહેલાં પોતાના પપ્પાને ફાધર્સ ડે વિશ કરીને લખ્યું હતું કે મને ખૂબ જ ધીરજ, શક્તિ અને ખૂબબધા પ્રેમ સાથે ઉછેરનારા પપ્પા... તમે હંમેશાં મારા પહેલા હીરો રહેશો... તમે કદાચ એકમાત્ર એવી વ્યક્તિ છો જે હજીયે એક જ રિંગમાં મારો ફોન ઉપાડી લે છે.
ત્યાર પછી કિઆરાએ સિદ્ધાર્થ મલ્હોત્રાના પપ્પાનો આભાર માન્યો હતો, કિઆરાએ કહ્યું હતું કે જે વ્યક્તિ સાથે મને જીવન પસાર કરવાનો મોકો મળ્યો છે તેનું ઘડતર કરવા બદલ આભાર.
કિઆરાએ છેલ્લે પપ્પા બનવા જઈ રહેલા પતિ સિદ્ધાર્થ માટે લખ્યું કે મને ઑલરેડી ખબર છે કે આપણું બાળક સૌથી ભાગ્યશાળી છે.