29 November, 2025 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ દીકરીનું નામ પાડ્યું સરાયાહ મલ્હોત્રા
કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે ૧૫ જુલાઈએ દીકરીનો જન્મ થયો હતો. કિઆરા અને સિદ્ધાર્થે હવે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેમણે પોતાની દીકરીનું નામ સરાયાહ મલ્હોત્રા રાખ્યું છે. દીકરીના નામની સત્તાવાર જાહેરાત કરતી વખતે સિદ્ધાર્થ-કિઆરાએ દીકરીના નાનકડા પગની તસવીર પોસ્ટ કરીને લખ્યું છે કે ‘અમારા આશીર્વાદથી લઈને અમારા આલિંગન સુધી. અમારા દિવ્ય આશીર્વાદ, અમારી પ્રિન્સેસ, સરાયાહ મલ્હોત્રા.’