કિઆરાએ શૅર કરી બેબી શાવરની પર્સનલ તસવીર

17 June, 2025 08:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કપલ તેમના પ્રથમ બાળકને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને કિઆરાના ચહેરા પર સ્પષ્ટ રીતે પ્રેગ્નન્સીનો ગ્લો જોવા મળે છે.

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ટૂંક સમયમાં પહેલી વખત માતા-પિતા બનવાનાં છે. કિઆરા પોતાની પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે. તે હાલમાં કોઈ પ્રોજેક્ટમાં કામ નથી કરતી, પણ ફૅન્સને સતત પોતાના વિશે અપડેટ આપતી રહે છે. હાલમાં કિઆરાએ પોતાના બેબી શાવરની પર્સનલ તસવીર શૅર કરી છે. આ તસવીરમાં કિઆરા અને સિદ્ધાર્થ કેક કાપતાં અને બાળક માટે મનોકામના માગતાં જોવા મળે છે. આ કપલ તેમના પ્રથમ બાળકને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને કિઆરાના ચહેરા પર સ્પષ્ટ રીતે પ્રેગ્નન્સીનો ગ્લો જોવા મળે છે.

kiara advani sidharth malhotra bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news