06 February, 2023 09:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કિયારા અડવાણી (ફાઈલ તસવીર)
બૉલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન 6 ફેબ્રુઆરી 2023ના થવાના હતા પણ કેટલાક રિપૉર્ટ્સ પ્રમાણે તેમના લગ્ન 7 ફેબ્રુઆરીના રોજ થશે. જો કે, લગ્નમાં પરિવાર અને મેહમાનોના પહોંચવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. બૉલિવૂડ કપલના લગ્નમાં ઈન્ડસ્ટ્રીના અનેક સેલેબ્સ જેસલમેર પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન લોકોનું ધ્યાન અંબાણી પરિવારની એન્ટ્રી પર ટકેલું છે. હકિકતે, ગઈકાલે કિયારાની બાળપણની મિત્ર ઈશા અંબાણી પિરામીલ લગ્નમાં હાજર રહેવા માટે પતિ સાથે પહોંચી છે. પણ સોશિયલ મીડિયા પર કિયારા અને ઈશા અંબામીની મિત્રતાની ચર્ચા થઈ રહી છે.
ખાસ છે કિયારા અને ઈશાની મિત્રતા
ઈશા અંબાણી અને કિયારા અડવાણી થોડાક વર્ષોથી નહીં પણ બાળપણની ફ્રેન્ડ્સ છે. બન્ને એક જ સ્કૂલમાં ભણ્યાં છે અને અનેક અવસરે બન્નેને પાર્ટી કરતાં એક સાથે જોવામાં આવ્યાં છે. વર્ષ 2018માં ઈશા અંબાણીની સગાઈના અવસરે કિયારા અડવાણીએ પોતાની BFF માટે એક સુંદર ભાવુક નોટ શૅર કરી હતી, જેના પર લોકોએ તેને ખૂબ જ ટ્રોલ કરી હતી.
હકિકતે, લોકોએ ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિની દીકરી સાથે મિત્રતા રાખવા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી. જો કે, તેમણે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. એટલું જ નહીં એક્ટ્રેસે આ મામલે એક ઈન્ટરવ્યૂમાં નારાજગી વ્યક્ત કરી હતી. પણ આથી તેમની મિત્રતા પર કોઈ ફરક પડ્યો નહોતો તેણે ઈશા સાથેનો ફોટો અને વીડિયોઝ શૅર કરવાનું જાળવી રાખ્યું, તે ચાહકોએ તેમની મિત્રતાના વખાણ પણ કર્યા છે.
આ પણ વાંચો : કોસ્ટલ રોડનું નામ લતા દીદીના નામે રાખવાની મંગેશકર પરિવારે કરી માગ
જણાવવાનું કે, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે, જેને કારણે મહેમાનોનું આગમન પણ શરૂ થઈ ગયું છે. મહેમાનના લિસ્ટમાં સલમાન ખાન, કરણ જોહર, શાહિદ કપૂર અને વરુણ ધવન જેવી મોટી હસ્તિઓના નામ પણ સામેલ છે. જ્યારે કેટલાક મહેમાનોની એન્ટ્રી થઈ ચૂકી છે, જેનો વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તો ચાહકો કપલની લગ્નની તસવીરો જોવા માટે ઉત્સાહિત છે.