ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડેની Khaali peeli આ દિવસે રિલીઝ થશે

07 September, 2020 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડેની Khaali peeli આ દિવસે રિલીઝ થશે

ફોટો સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ/અનન્યા પાંડે

ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડેની ફિલ્મ Khaali peeliના નિર્માતાઓએ જણાવ્યું કે, આ ફિલ્મ બે ઑક્ટોબરના રોજ ઝીપ્લેક્સ ઉપર ઓનલાઈન રિલીઝ થશે.

પૉસ્ટરમાં સ્ટુન્ડ ઑફ ધ યરની અભિનેત્રી મુંબઈની ફેમસ કાળી-પીળી ટેક્સીના બોનેટ ઉપર બેઠી છે અને ઈશાન ખટ્ટર ડ્રાઈવર સીટમાં બેઠેલો દેખાય છે. ટેક્સીના છાપરા ઉપર ઝવેરાત અને રોકડાથી ભરેલી એક બેગ પણ છે. જ્યાં ઉપર એક લાઈન પણ લખી છે- ‘લફડા બોલે તો અલગ લેવલ કા!!’

પૉસ્ટરમાં મેસેજ છે- એક છોકરો, એક છોકરી અને એક પાગલ સવારી. ખટ્ટરે પણ સોશ્યલ મીડિયામાં આ રિલીઝ ડેટ જાહેર કરી છે. તેણે બમ્બૈયા ભાષામાં કહ્યું કે, અપન ભી રેડી હે ઓર અપની કાલી પીલી ભી. અભ તુમ ભી હો જાઓ રેડી, આ રહી હે મેડ રાઈડ.

ગયા મહિને જ નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર લૉન્ચ કર્યું હતું. અલી અબ્બાસ ઝફર, હિમાંશુ મહેરા અને ઝી સ્ટુડિયોઝની ફિલ્મમાં ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે સહિત ‘પાતાલલોક’ના એક્ટર જયદીપ અહલાવતનો પણ સમાવેશ છે. 12 જૂને રિલીઝ થનારી આ ફિલ્મને હવે 2 ઑક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. 

entertainment news bollywood news