યશને મળી બર્થ-ડે ગિફ્ટ

09 January, 2023 04:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેવીએન પ્રોડક્શન્સની ફિલ્મ તેણે કરી સાઇન

સાઉથના સ્ટાર યશનો ગઈ કાલે બર્થ-ડે હતો અને તેણે કેવીએન પ્રોડક્શન્સ સાથે નવી ફિલ્મ સાઇન કરી છે

સાઉથના સ્ટાર યશનો ગઈ કાલે બર્થ-ડે હતો અને તેણે કેવીએન પ્રોડક્શન્સ સાથે નવી ફિલ્મ સાઇન કરી છે જે તેના માટે એક બર્થ-ડે ગિફ્ટ કહી શકાય. એનું કામચલાઉ ટાઇટલ ‘યશ 19’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં યશની સાથે અન્ય કયા કલાકાર હશે એને લઈને માહિતી નથી મળી. જોકે આ ફિલ્મ પણ યશની દમદાર ઍક્ટિંગથી લોકોને આકર્ષિત કરશે એમાં કોઈ શંકા નથી. યશે આ ફિલ્મ સાઇન કરી છે એવા ન્યુઝ મળતાં જ યશના ફૅન્સ ઉત્સુક બની ગયા છે. યશ ‘KGF’ની ફ્રૅન્ચાઇઝી માટે જાણીતો છે. તેની ‘KGF : ચૅપ્ટર 2’એ તમામ રેકૉર્ડ બ્રેક કર્યા છે. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી છે.

entertainment news bollywood news bollywood gossips bollywood