કેસરીઃ ચૅપ્ટર 2 રિલીઝના કલાકોમાં જ ઑનલાઇન લીક થઈ ગઈ

21 April, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ એની રિલીઝના ગણતરીના કલાકોમાં જ ઑનલાઇન લીક થઈ ગઈ છે અને અનેક વેબસાઇટ પર અલગ-અલગ ફૉર્મેટમાં અપલોડ થઈ છે.

ફિલ્મ ‘કેસરી : ચૅપ્ટર 2’ નું પોસ્ટર

અક્ષયકુમારની ફિલ્મ ‘કેસરી : ચૅપ્ટર 2’ શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મની અત્યારે સારી એવી ચર્ચા છે ત્યારે અક્ષયકુમાર અને તેના ચાહકોને નિરાશા થાય એવા સમાચાર છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ એની રિલીઝના ગણતરીના કલાકોમાં જ ઑનલાઇન લીક થઈ ગઈ છે અને અનેક વેબસાઇટ પર અલગ-અલગ ફૉર્મેટમાં અપલોડ થઈ છે.

‘કેસરી : ચૅપ્ટર 2’માં અક્ષયકુમારે વકીલ સી. શંકરન નાયરનો રોલ ભજવ્યો છે. આ ફિલ્મમાં તેના સિવાય આર. માધવન અને અનન્યા પાંડે પણ છે. નોંધનીય છે કે તાજેતરમાં અક્ષયકુમારે આ ફિલ્મ જોતી વખતે ફોનનો ઉપયોગ ન કરવાની વિનંતી કરી હતી. અક્ષયે કહ્યું હતું કે ‘હું બધાને વિનંતી કરું છું કે ફિલ્મ જોતી વખતે તમારો ફોન ખિસ્સામાં રાખજો અને દરેક ડાયલૉગ ધ્યાનથી સાંભળજો. જો તમે સોશ્યલ મીડિયા જોશો તો આ ફિલ્મનું અપમાન હશે.’

akshay kumar upcoming movie bollywood box office bollywood news bollywood buzz entertainment news social media