ઝુલન ગોસ્વામીની બોલિંગ ખૂબ ડરામણી છે : અમિતાભ બચ્ચન

27 December, 2023 06:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભ બચ્ચને હાલમાં ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બોલિંગનાં વખાણ કર્યાં છે.

અમિતાભ બચ્ચન , ઝૂલણ ગોસ્વામી

અમિતાભ બચ્ચને હાલમાં ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બોલિંગનાં વખાણ કર્યાં છે. તેમણે ઝુલન ગોસ્વામીની બોલિંગનાં તો વખાણ કર્યાં, પરંતુ ભૂતપૂર્વ ક્રિકેટર અને કૅપ્ટન મિતાલી રાજ વિશેનો સવાલ તેઓ નહોતા કરી શક્યા. ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૫મી સીઝનમાં અમિતાભ બચ્ચને ક્રિકેટર ઈશાન કિશન અને સ્મૃતિ મંધાનાનું હૉટ સીટ પર સ્વાગત કર્યું હતું. આ શોમાં તેમણે ટૉસ ઉછાળ્યો હતો અને એમાં બિગ બી હારી ગયા હતા. એટલે બિગ બીએ કહ્યું કે ‘ઘણી વાર આપણી ટીમ ટૉસ હારી ગઈ હોવા છતાં મૅચ જીતી છે. તો તમે જ કહો કે હવે આપણે શું કરવું જોઈએ?’આ વિશે ઈશાને કહ્યું, ‘સર, આપણે હવે સુપરઓવર રમીશું. તમને અમે સવાલ કરીશું.’ ઈશાન બાદ સ્મૃતિએ તરત પૂછ્યું, ‘સર, પહેલો સવાલ. ઇન્ડિયન વિમેન ક્રિકેટ ફ્રૅટરનિટીમાં ‘ચકડા એક્સપ્રેસ’ તરીકે કોણ જાણીતું છે? તે કલકત્તાથી છે અને એક લેજન્ડરી ક્રિકેટર છે અને તેની લાઇફ પરથી ફિલ્મ પણ બની રહી છે.’ એનો જવાબ આપતાં અમિતાભ બચ્ચને કહ્યું કે ‘એ ઝુલન ગોસ્વામી છે. તેણે ઘણા લોકોના લોહીને ઠંડું કરી દીધું હતું. તે જે રીતે બોલિંગ કરે છે એ ખૂબ ડરામણુ છે. હું ટીવી પર પણ તેને જોઈને ડરી જાઉં છું. તે જે રીતે બોલિંગ કરે છે એને જોઈને લાગે છે કે તે કોઈનું માથું ફોડી નાખશે.’ સ્મૃતિએ બીજો સવાલ કર્યો કે ‘કઈ ઇન્ડિયન ફીમેલ ક્રિકેટર પરથી ‘શાબાશ મિથુ’ બની છે?’ બિગ બી આ સવાલનો જવાબ નથી આપી શકતા અને અંતે સ્મૃતિ તેને કહે છે કે એ મિતાલી રાજ છે. આ ફિલ્મમાં તાપસી પન્નુએ મિતાલી રાજનું પાત્ર ભજવ્યું હતું.

amitabh bachchan ishan kishan kaun banega crorepati entertainment news bollywood news bollywood buzz