બૉય્સ સાથે કસરત કરવા કૅટરિનાને મળ્યું આમંત્રણ

03 February, 2021 01:07 PM IST  |  Mumbai | Mumbai correspondent

બૉય્સ સાથે કસરત કરવા કૅટરિનાને મળ્યું આમંત્રણ

બૉય્સ સાથે કસરત કરવા કૅટરિનાને મળ્યું આમંત્રણ

કૅટરિના કૈફને હાલમાં બૉય્સ એટલે કે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે કસરત કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ હાલમાં ‘ફોન ભૂત’નું શૂટિંગ કરી રહ્યાં છે. આ ફિલ્મના સેટ પરનો એક વિડિયો ઈશાને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ વિડિયોમાં તેઓ પહેલાં કસરત કરી રહ્યાં છે અને ત્યાર બાદ તેઓ મસ્તી કરતાં-કરતાં કસરત કરી રહ્યાં હતાં. આ વિડિયોને શૅર કરીને ઈશાને કૅપ્શન આપી હતી, ‘કૅટરિના, બૉય્સ સાથે કસરત કરવા માટે તને આમંત્રણ આપી રહ્યો છું.’ આ ફોટો પર કૅટરિનાએ કમેન્ટ કરી હતી, ‘ઈશાન ક્રીએટિવ જિનીયસ છે.’

katrina kaif bollywood bollywood news bollywood ssips