19 November, 2023 05:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅટરિના કૈફ અને વિકી કૌશલ
કૅટરિના કૈફ અને વિકી કૌશલ પોતાની ફિલ્મોના પ્રમોશનમાં બિઝી હોવાથી એકબીજાને પૂરતો સમય પણ નથી આપી શકતાં. કૅટરિનાની ‘ટાઇગર 3’ ગયા રવિવારે રિલીઝ થઈ છે. વિકીની ‘સૅમ બહાદુર’ પહેલી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. બન્ને ફિલ્મોની ઇવેન્ટમાં બિઝી છે. બન્નેની બિઝી લાઇફ વિશે કૅટરિનાએ કહ્યું કે ‘એ ખરેખર એક્સાઇટિંગ છે. અમે બન્ને એક નૌકાના યાત્રિકો છીએ. હું મારા ઇન્ટરવ્યુ બાદ ઘરે પહોંચી તો તે કલકત્તા પ્રમોશન્સ માટે નીકળી ગયો. અમે બન્ને ખૂબ વ્યસ્ત છીએ. અમે બન્ને જ્યારે કામ કરતાં હોઈએ અને ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે એકબીજાને વધારે સમય સુધી જોઈ પણ નથી શકતાં. એથી એકબીજાને મિસ પણ કરીએ છીએ.’
વિકીની ‘સૅમ બહાદુર’ જોવા માટે તે આતુર છે. વિકીની પ્રશંસા કરતાં કૅટરિનાએ કહ્યું કે ‘તે અદ્ભુત પર્ફોર્મર છે અને હું હંમેશાં આતુર હોઉં છું એ જોવા માટે કે તે આગામી ફિલ્મમાં શું કરવાનો છે.’