કૅટરિનાનું માનવું છે કે મોટા ડિરેક્ટરોએ મહિલાપ્રધાન ફિલ્મો બનાવવી જોઈએ

31 May, 2019 08:44 AM IST  |  મુંબઈ

કૅટરિનાનું માનવું છે કે મોટા ડિરેક્ટરોએ મહિલાપ્રધાન ફિલ્મો બનાવવી જોઈએ

કેટરીના કૈફ

કૅટરિના કૈફે જણાવ્યું હતું કે મોટા ફિલ્મમેકર્સે એવી ફિલ્મો બનાવવી જોઈએ જેમાં મહિલાઓનું પાત્ર સ્ટ્રૉન્ગ હોય. આ વિશે કૅટરિનાએ કહ્યું હતું કે ‘આપણને એવા મોટા કમર્શિયલ ફિલ્મમેકર્સ જોઈએ છે જે મહિલાપ્રધાન ફિલ્મો બનાવે. આ વિશે મેં ઝોયા અખ્તર સાથે પણ વાત કરી છે. હું ચાહું છું કે આવી ફિલ્મો બને.’

કૅટરિનાની ‘ભારત’ ઈદ દરમ્યાન રિલીઝ થવાની છે. આ ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર છે. આ ફિલ્મ મળવા વિશે કૅટરિનાએ કહ્યું હતું કે ‘હું ટ્રેડમિલ પર હતી અને કૉલ આવ્યો હતો. મેં અલીને કહ્યું હતું કે શું તે મજાક કરી રહ્યો છે? કારણ કે તેઓ થોડા જ દિવસોમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના હતા. અલીએ કહ્યું હતું કે અમુક કારણસર થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. તેણે મને સ્ક્રિપ્ટ મોકલી હતી અને મને એ ગમી ગઈ. આ મારા માટે એક ચૅલેન્જ હતી. એને હું કરવા માગતી હતી. હું માનું છું કે આ ફિલ્મમાં મારા માટે કરવા જેવું ઘણુંબધું હતું. આ એક અદ્ભુત અનુભવ રહ્યો.’

પોતાની ફિલ્મોની પસંદગીથી ખુશ હોવાનું જણાવતાં કૅટરિનાએ કહ્યું હતું કે ‘હું મારા કામને ખૂબ સિરિયસલી લઉં છું. હું દરેક ફિલ્મને અને મારા રોલને એન્જૉય કરવા માગું છું. મારી પસંદગીને લઈને મેં કદી પણ ખચકાટ નથી અનુભવ્યો. ફિલ્મો કરવા પાછળના મારા ઉદ્દેશને લઈને હું સ્પષ્ટ રહું છું. સમયની સાથે તમારામાં એક વ્યક્તિ તરીકે પરિવર્તન આવે છે. તમે કઈ બાબત તરફ આકર્ષાઓ છો એ પણ બદલાય છે. હું મારી ચૉઇસને લઈને સંતુષ્ટ છું.’

આ પણ વાંચોઃ ભારતથી લઈને દંગલ સુધીઃ જુઓ બોલીવુડ સ્ટાર્સના ડ્રાસ્ટિક મેકઓવર્સ

katrina kaif Salman Khan bollywood entertaintment