27 December, 2025 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લાલ રંગના આઉટફિટમાં કૅટરિના બહુ સુંદર દેખાય છે.
કૅટરિના કૈફે મમ્મી બન્યા પછી પહેલી વાર સોશ્યલ મીડિયા પર પોતાની તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તે પતિ વિકી કૌશલ, ભાઈ સેબૅસ્ટિયન લૉરેન્ટ મિશેલ અને દિયર સની કૌશલ સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી રહી છે. આ સેલ્ફી વિકી કૌશલે ક્લિક કર્યો છે. લાલ રંગના આઉટફિટમાં કૅટરિના બહુ સુંદર દેખાય છે. તસવીર શૅર કરીને કૅટરિનાએ કૅપ્શન લખી છે, ‘બધાને પ્રેમ, ખુશી અને શાંતિ મળે. મેરી ક્રિસમસ.’