મહિલાઓ માટે કમર્શિયલને બિગ બજેટ ફિલ્મ લખવામાં નથી આવતી : કૅટરિના કૈફ

03 December, 2019 10:41 AM IST  |  Mumbai

મહિલાઓ માટે કમર્શિયલને બિગ બજેટ ફિલ્મ લખવામાં નથી આવતી : કૅટરિના કૈફ

કેટરિના કૈફ

કૅટરિના કૈફનું માનવું છે કે કમર્શિયલ સ્પૅસમાં મહિલાઓ માટે ફિલ્મો લખવામાં નથી આવતી. ફન ફિલ્મોમાં મહિલાઓ લીડ રોલમાં હોય એવી ફિલ્મોનો અભાવ છે. અમેરિકન ફિલ્મોની પ્રશંસા કરતાં કૅટરિનાએ કહ્યું હતું કે ‘તમે જો અમેરિકન સિનેમાને જુઓ અથવા તો વેસ્ટનાં કામને જુઓ તો તમને જાણ થશે કે ત્યાં મહિલાઓ માટે ખૂબ જ અદ્ભુત પ્રકારનાં રોલ્સ લખવામાં આવે છે. ચાર્લીઝ થેરોન અને નિકોલ કિડમૅન જે પ્રકારની ફિલ્મો કરે છે એ પણ બહોળા પાયા પર બનાવવામાં આવે છે. આ ઍક્ટ્રેસીસ ઘણાં સમયથી કામમાં સક્રિય છે. તેઓ ખૂબ જ પ્રશંસનીય કામ કરી રહી છે. તેમને ગ્રેટ રાઇટિંગ અને સ્ટોરીનો સાથ મળે છે. જો તમે ‘બિગ લિટલ લાઇઝ’ અથવા તો અન્ય શોઝ જોશો તો જાણ થશે કે આ શો મહિલા પાત્રને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યા છે અને એને એવી રીતે સાકાર કરવામાં આવ્યા છે. એ રીતે જોવા જઈએ તો મહિલાઓ માટે પાત્રો લખ‍વામાં આપણે હજી ખૂબ પાછળ છીએ.’
આ વિશે વધુ જણાવતાં કૅટરિનાએ કહ્યું હતું કે ‘હું આવી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહી છું અને એ વિશે લોકો સાથે ચર્ચા પણ કરી રહી છું. મારી પાસે જ્યારે પણ કોઈ સ્ક્રિપ્ટ લઈને આવે તો હું તેમને પૂછું છું કે મહિલાઓ માટે મોટા કમર્શિયલ સ્પૅસ માટેની સ્ટોરી ક્યારે લખશો. આવી ફિલ્મોનો અભાવ છે. એ હજી સુધી આપણે ત્યાં આવ્યું નથી.’

મહિલાઓની ફિલ્મને પણ હીરોની ફિલ્મ જેટલુ બજેટ આપવું જોઈએ : કૅટરિના કૈફ

કૅટરિના કૈફનું કહેવું છે કે જેટલુ બજેટ અને ફી પુરુષ-પ્રધાન ફિલ્મોને આપવામાં આવે છે એટલું જ બજેટ અને ફી મહિલા-પ્રધાન ફિલ્મોને આપવામાં આવે તો પરિણામ સારું મળશે. ફીને લઈને પુરુષ અને મહિલા ઍક્ટર્સની સાથે ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવતા ભેદભાવ પર પોતાનાં વિચાર વ્યક્ત કરતાં કૅટરિનાએ કહ્યું હતું કે ‘મેં આ બાબતે અનેક પ્રોડ્યુસર્સ સાથે ચર્ચા કરી છે. એને લઈને અમે કામ કરવાનાં છીએ. મારું એટલું જ કહેવું છે કે ફિમેલ-ડૉમિનેટેડ ફિલ્મો બનાવો, જેમાં એક કાં તો બે મહિલા ઍક્ટર હોય અથવા તો પુરુષ અને મહિલા સ્ટારને લઈને ફિલ્મ બનાવો. મહિલાઓની ફિલ્મનું બજેટ પણ મૅલ સ્ટાર્સની ફિલ્મનાં બજેટ જેટલુ હોવું જોઈએ અને ફી પણ તેનાં જેટલી જ મળવી જોઈએ. મહિલા-પ્રધાન ફિલ્મને આટલું મહત્ત્વ આપવામાં આવશે તો એનું પરિણામ પણ સકારાત્મક આવવાનું છે. સાથે જ ફિલ્મનાં બૉક્સ-ઑફિસ પર આંકડાઓ પણ અદ્ભુત રહેશે.’

આ પણ જુઓઃ Devoleena Bhattacharjee: 'ગોપી વહુ'નો આ અવતાર ઉડાવી દેશે તમારા હોશ

આ દિશામાં પ્રોડ્યુસર્સે પણ પહેલ કરવી જોઈએ એ વિશે કૅટરિનાએ કહ્યું હતું કે ‘આ પ્રકારનું જોખમ ઉઠાવવાનો આત્મ-વિશ્વાસ પ્રોડ્યુસર્સ તરફથી આવવો જોઈએ. તેમણે એવી ફિલ્મોમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર છે. ‘વૉર’ મોટા બજેટની સૌથી મોટી ઍક્શન ફિલ્મ છે. જો ફિલ્મનું બજેટ વધારે હશે તો સ્વાભાવિક છે કે ફિલ્મ અલગ બનવાની છે. પછી એ કૉમેડી હોય કે ફન ફિલ્મ હોય. જો ફિલ્મોને એક સમાન બજેટની બનાવવામાં આવે તો ફિલ્મ જોવા જનારા દર્શકો પણ એની ભવ્યતાથી આકર્ષાઇ જશે.’

katrina kaif entertaintment