બધાઈ હો! કૅટરિના કૈફ અને વિકી કૌશલના ઘરે ગુંજશે કિલકારી, કપલે શૅર કર્યા ગુડ ન્યુઝ

23 September, 2025 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Katrina Kaif and Vicky Kaushal announce Pregnancy: લગ્નના ચાર વર્ષ પછી માતા બનશે કૅટરિના કૈફ, બેબી બંપની ક્યુટ તસવીર કરી શૅર

કૅટરિના કૈફ અને વિકી કૌશલે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલી તસવીર

બોલિવૂડ કપલ કૅટરિના કૈફ (Katrina Kaif) અને અને વિકી કૌશલ (Vicky Kaushal)ના લગ્ન ડિસેમ્બર ૨૦૨૧માં થયા હતા. હવે લગ્નના ચાર વર્ષ પછી કપલના ઘરે કિલકારીઓ ગુંજવાની છે. કૅટરિના કૈફ અને વિકી કૌશલે પ્રેગનેન્સીની જાહેરાત (Katrina Kaif and Vicky Kaushal announce Pregnancy) કરી છે. કૅટરિના કૈફ પ્રેગનેન્ટ હોવાની અફવાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. હવે, અભિનેત્રીએ પતિ વિકી કૌશલ સાથે તેની જાહેરાત કરી છે. અનાઉન્સમેન્ટ સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે અને ચોતરફ તેની ચર્થા થઈ રહી છે. સ્ટાર્સથી લઈને ફેન્સ સુધી દરેક વ્યક્તિ કપલને અભિનંદન આપી રહ્યા છે.

અભિનેત્રી કૅટરિના કૈફ પોતાના બેબી બમ્પને પકડીને ફોટો માટે પોઝ આપ્યો છે. આ ફોટોમાં તેનો પતિ વિકી કૌશલ પણ બેબી બમ્પને સંભાળતા જોવા મળી રહ્યા છે. ફોટામાં, કેટરિના સફેદ સ્લીવલેસ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી, જે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી હતી. જ્યારે વિકી કૌશલે હાફ સ્લિવ્સ વ્હાઇટ ટી-શર્ટ પહેર્યું છે. બંનેએ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો માટે પોઝ આપ્યો છે. ફોટો શૅર કરતા કૅટરિનાએ લખ્યું છે કે, ‘આપણે આનંદ અને કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે આપણા જીવનના સૌથી પ્રેમાળ પ્રકરણની શરૂઆત કરવાના માર્ગ પર છીએ. ઓમ!’

કૅટરિના કૈફની ગર્ભાવસ્થાની જાહેરાતની પોસ્ટ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ ગઈ. ચાહકો અને સેલિબ્રિટીઓ બંને ખૂબ જ ખુશ છે અને આ કપલને અભિનંદન આપી રહ્યા છે.

કપલના આ પોસ્ટ પછી સેલેબ્ઝ તેમને શુભેચ્છા આપી રહ્યાં છે. જાહ્નવી કપૂરે પણ કેટરિનાની પોસ્ટ પર એક ખાસ અભિનંદન સંદેશ શેર કર્યો છે, જેનાથી ઘણા ચાહકો ખુશ થઈ ગયા છે. ઝોયા અખ્તર, ભૂમિ પેડનેકર, ઓહરી, આયુષ્માન ખુરાના, સિદ્ધાંત ચતુર્વેદી અને અન્ય ઘણા સ્ટાર્સે પોસ્ટ પર કમેન્ટ કરીને કપલને હાર્દિક શુભેચ્છાઓ આપી છે.

તમને જણાવી દઈએ કે, કૅટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન ૯ ડિસેમ્બર, ૨૦૨૧ના ​​રોજ થયા હતા. તેમના લગ્ન ખૂબ જ ભવ્ય હતા. આ લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરમાં થયા હતા. તેમના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. કૅટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નના ફોટા વાયરલ થયા હતા. ફેન્સને વિકી અને કૅટરિનાની જોડી ખૂબ ગમે છે. તેમની કેમેસ્ટ્રીના લાખો દિવાના છે. ચાહકો તેમને સ્ક્રીન પર સાથે જોવા પણ માંગે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિકી કૌશલ છેલ્લે ફિલ્મ `છાવા`માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ રહી હતી, કમાણીના સંદર્ભમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવે તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ `લવ એન્ડ વૉર`માં જોવા મળશે. જ્યારે કેટરિના કૈફ ૨૦૨૪માં ફિલ્મ `મેરી ક્રિસમસ`માં જોવા મળી હતી.

katrina kaif vicky kaushal entertainment news bollywood bollywood news bollywood gossips