પૂજા દ્વારા ટાઇગર 3ની શરૂઆત કરી સલમાન અને કૅટરિનાએ

27 February, 2021 04:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂજા દ્વારા ટાઇગર 3ની શરૂઆત કરી સલમાન અને કૅટરિનાએ

કૅટરિના કૈફ

સલમાન ખાન અને કૅટરિના કૈફે પૂજા કરીને ‘ટાઇગર 3’ની શરૂઆત કરી છે. આ ફિલ્મનું શૂટિંગ આઠ માર્ચથી શરૂ થવાનું છે. જોકે દર વખતની જેમ ફિલ્મની શરૂઆત પહેલાં યશરાજ ફિલ્મ્સ દ્વારા એક પૂજા કરવામાં આવે છે, જેમાં સલમાન અને કૅટરિનાએ હાજરી આપી હતી. આ ફિલ્મને મનીષ શર્મા ડિરેક્ટ કરી રહ્યો છે જેમાં ઇમરાન હાશ્મી વિલન છે. આ બન્નેએ પણ પૂજામાં હાજરી આપી હતી. સલમાને ગુરુવારે શાહરુખ ખાનની ‘પઠાન’નું શૂટિંગ કર્યું હતું. આ માટે તે યશરાજ સ્ટુડિયોમાં ગયો હોવાથી એ દિવસે જ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સલમાનનું ટાઇગરનું પાત્ર જ શાહરુખની ‘પઠાન’માં જોવા મળવાનું છે.

entertainment news bollywood bollywood news upcoming movie katrina kaif Salman Kha