કાર્તિક આર્યનની ધમાકા નેટફ્લિક્સ પર રિલીઝ થવાની શક્યતા

18 January, 2021 04:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિક આર્યનની ધમાકા નેટફ્લિક્સ પર રિલીઝ થવાની શક્યતા

કાર્તિક આર્યનની ‘ધમાકા’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થાય એવી શક્યતા છે. આ ફિલ્મ કોરિયાની ‘ધ ટેરર લાઇવ’ની હિન્દી રીમેક છે. ફિલ્મને રામ માધવાનીએ ડિરેક્ટ અને રૉની સ્ક્રૂવાલાએ પ્રોડ્યુસ કરી છે. મેકર્સ ડિજિટલ પ્લૅટફૉર્મ પર આ ફિલ્મને રિલીઝ કરવા માટે ચર્ચા કરી રહ્યા છે. આ ડીલને ફાઇનલ થતાં હજી થોડો સમય લાગશે. એને માટે જરૂરી પેપરવર્કને પણ પૂરું કરવામાં આવશે. ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ હાલમાં ચાલી રહ્યું છે. હાલમાં કાર્તિક એક બૅન્કેબલ સ્ટાર છે. એવામાં જો ફિલ્મને ઑનલાઇનને બદલે થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવે તો બૉક્સ-ઑફિસના કલેક્શન પર પણ ખૂબ અસર પડે એમ છે. જોકે મેકર્સ વતી હજી સુધી કોઈ નક્કર નિવેદન નથી આપવામાં આવ્યું.

entertainment news bollywood bollywood news upcoming movie netflix kartik aaryan