16 June, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યનની ચંદુ ચૅમ્પિયન ફિલ્મનું પોસ્ટર
કાર્તિક આર્યનની ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’ ૨૭મા શાંઘાઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે. આ સિવાય ફિલ્મે ઇન્ડી ફિલ્મ ફેસ્ટિવલમાં બે પુરસ્કાર જીતવાની સિદ્ધિ પણ મેળવી છે. ડિરેક્ટર કબીર ખાનની આ ફિલ્મમાં કાર્તિકે ભારતના પ્રથમ પૅરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાન્ત પેટકરની ભૂમિકા ભજવી. ફિલ્મે ન્યુ યૉર્ક ઇન્ડી ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો અને કાર્તિકે શ્રેષ્ઠ અભિનેતાનો અવૉર્ડ જીત્યો. આ બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા અડગ નિશ્ચય સાથે પડકારોનો સામનો કરતી વ્યક્તિની વાર્તા દર્શાવે છે.