સારા અલી ખાન સાથે બ્રેકઅપ બાદ જાન્હવી કપૂર અને કાર્તિક વચ્ચે દોસ્તાના

22 October, 2019 05:29 PM IST  |  મુંબઈ ડેસ્ક

સારા અલી ખાન સાથે બ્રેકઅપ બાદ જાન્હવી કપૂર અને કાર્તિક વચ્ચે દોસ્તાના

આ તસવીરમાં કાર્તિક જે એક્ટર પર ઑપરેશન દોસ્તાના 2 પર્ફોર્મ કરી રહ્યો છે તેનું નામ લક્ષ્ય છે, જે ટીવી એક્ટર છે અને આ ફિલ્મ સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલી રિપોર્ટ પ્રમાણે ત્રણે કલાકારોએ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે, જેની માટે કરણ જોહરની ઑફિસ પર પણ ગયા હતા. ફિલ્મના નિર્દેશક કોલીન ડિચુન્હાએ તેમની સાથે એક ખાસ સત્ર ગોઠવ્યું હતું, જેનો ઉલ્લેખ તેણે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં કર્યો છે. કરણ જોહરે આ વર્ષે જ જૂનમાં સીક્વલની જાહેરાત કરી હતી. સપ્ટેમ્બરમાં તેણે લક્ષ્યની એન્ટ્રીની ઘોષણા કરી હતી.

દોસ્તાના 2 સિવાય કાર્તિક આર્યન ઇમ્તિયાઝ અલી સાથે લવ આજ કલ 2માં દેખાશે. આ ફિલ્મમાં કાર્તિક સાથે સારા અલી ખાન ફીમેલ લીડ રોલમાં છે, જેની સાથે જ કાર્તિકની સારા સાથેની નિકટતા ખૂબ જ છવાયેલી હતી. બન્ને અનેક જગ્યાએ સાથે સ્પૉટ કરવામાં આવ્યા. કેટલીય એવી તસવીરો તેમજ વીડિયોઝ આવ્યા, જેમાં કાર્તિક અને સારા એકબીજાની વચ્ચેની બૉન્ડિંગ સ્પષ્ટ જોઈ શકાતી હતી.

હાલ કાર્તિક પતિ પત્ની ઔર વો માટે પણ ચર્ચામાં રહે છે, જેમાં તે અનન્યા પાંડે અને ભૂમિ પેડણેકર સાથે સ્ક્રીન સ્પેસ શૅર કરશે. આ ફિલ્મમાં ભૂમિ 'પત્ની' અને અનન્યા 'વો'ના પાત્રમાં જોવા મળશે. તાજેતરમાં જ ત્રણે પાત્રોનો ફર્સ્ટ લૂક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કાર્તિકના પાત્રનું નામ ચિંટૂ ત્યાગી છે.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

કાર્તિકે પોતાના કરિઅરની શરૂઆત પ્યાર કા પંચનામા ફિલ્મથી કરી હતી, જેમાં તેનો 8 મિનિટનો મોનોલૉગ ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. 2018માં કાર્તિકની ફિલ્મ સોનૂ કે ટીટૂ કી સ્વીટી આવી, જેણે તેને 100 કરોડ ક્લબમાં એન્ટ્રી અપાવી. આ વર્ષે રિલીઝ થયેલી કાર્તિકની ફિલ્મ લુકાછુપી પણ સફળ રહી હતી. કાર્તિક અનીસ બઝ્મી નિર્દેશિત ભૂલ ભૂલૈયા 2માં પણ કામ કરી રહ્યો છે, જેમાં તે કિયારા અડવાણી સાથે સ્ક્રીન સ્પેસ શૅર કરશે.

bollywood bollywood news bollywood gossips kartik aaryan sara ali khan janhvi kapoor bhumi pednekar