ફોટોશૉપ દ્વારા ઍબ્સ દેખાડવા માટે ફૅન્સે કર્યો કાર્તિક આર્યનને ટ્રોલ

09 December, 2019 10:38 AM IST  |  Mumbai

ફોટોશૉપ દ્વારા ઍબ્સ દેખાડવા માટે ફૅન્સે કર્યો કાર્તિક આર્યનને ટ્રોલ

કાર્તિક આર્યન

કાર્તિક આર્યને હાલમાં જ એક ઍડ માટે ફોટોશૉપ દ્વારા ઍબ્સ દેખાડતાં લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે એક હેર-રિમૂવલ બ્રૅન્ડ માટે ઍડ કરી હતી. આ ઍડમાં કાર્તિકનો ડબલ રોલ દેખાડવામાં આવ્યો છે. એક સોશ્યલ મીડિયા યુઝર બનાવટી ડિઝાઇન અને ફૅશન વર્લ્ડમાં કરવામાં આવતા છેડાને ઉજાગર કરવા માટે જાણીતું છે. તેમના મુજબ કાર્તિકના બનાવટી ઍબ્સ લોકોને ભ્રમિત કરે છે.

કાર્તિક આર્યન માટે ફૅન્સની દીવાનગી

કાર્તિક આર્યનની એક ઝલક જોવા માટે તેનાં ફૅન્સની દિવાનગી ગજબની રહી હતી. તેની ‘પતિ, પત્ની ઔર વોહ’ ગયા શુક્રવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કાર્તિક આર્યનની સાથે ભૂમિ પેડણેકર અને અનન્યા પાન્ડે જોવા મળી રહી છે. પોતાનાં ફૅન્સને સરપ્રાઇઝ આપવા માટે કાર્તિક અને અનન્યા બાન્દરાનાં ગેઇટી સિનેમામાં ગયા હતાં. ફિલ્મ દરમ્યાન લોકો તાળીઓ પાડતા અને સિટીઓ વગાડતા હતાં. ફિલ્મને મળી રહેલા લોકોનાં પ્રતિસાદને જોઈને આ બન્ને પણ ખૂબ ખુશ થઈ રહ્યા હતાં. આટલુ જ નહીં ફિલ્મ પૂરી થયા બાદ કાર્તિકે તેની ફિલ્મનાં ગીત ‘અખિયો સે ગોલી મારે’ પર ડાન્સ પણ કર્યો હતો. કાર્તિકને પોતાની વચ્ચે જોઈને લોકોની ખુશીની કોઈ સીમા ના રહી. તેની સાથે હાથ મિલાવવા અને સેલ્ફિ લેવા માટે લોકો તલપાપડ થવા લાગ્યા હતાં. લોકોને મળવા માટે કાર્તિક કાર પર ચડી ગયો હતો. ફૅન્સ સાથે થયેલી મુલાકાતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘તમારી તાળીઓ અને સિટીઓ સાંભળ્યા બાદ ચિન્ટુ ત્યાગી અતિશય ખુશ થયો છે.

kartik aaryan entertaintment