22 March, 2024 06:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન
કાર્તિક આર્યન હવે વિશાલ ભારદ્વાજ સાથે થ્રિલરમાં કામ કરવાનો હોવાની ચર્ચા છે. ‘ભૂલ ભુલૈયા 2’ની સફળતા બાદ કાર્તિકને ઘણા નવા-નવા મેકર્સ અપ્રોચ કરી રહ્યા હતા. એમાં કબીર ખાન પણ છે જેની સાથે તે ‘ચંદુ ચૅમ્પિયન’ લઈને આવી રહ્યો છે. તે હવે વધુ એક નવા ડિરેક્ટર સાથે અને એ પણ નૅશનલ અવૉર્ડ મેળવનાર ડિરેક્ટર સાથે કામ કરશે એવી ચર્ચા છે. આ એક થ્રિલર ફિલ્મ છે અને એનું શૂટિંગ જૂન પછી શરૂ કરવામાં આવશે એવી ચર્ચા છે. કાર્તિક હાલમાં ‘ભૂલ ભુલૈયા 3’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ તે ‘ચંદુ ચૅમ્પિયન’નું પ્રમોશન કરશે, જે ૧૪ જૂને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ બાદ તે નવી ફિલ્મ શરૂ કરશે. વિશાલ ભારદ્વાજ સાથેની ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે એવી ચર્ચા છે.