મળો 'પતિ પત્ની ઔર વો'ના ચિંટૂ ત્યાગીને, કાર્તિક આર્યનનો આવો છે લૂક

15 October, 2019 11:52 AM IST  |  મુંબઈ

મળો 'પતિ પત્ની ઔર વો'ના ચિંટૂ ત્યાગીને, કાર્તિક આર્યનનો આવો છે લૂક

કાર્તિક આર્યન

પ્યાર કા પંચનામાં ફેમ કાર્તિક આર્યનની વધુ એક ફિલ્મ આવી રહી  છે. જેમાં તે ચિંટૂ ત્યાગીના કિરદારમાં લોકોનું મનોરંજન કરશે. હાલમાં જ કાર્તિક આર્યને ફિલ્મ પતિ પત્ની ઔર વોમાંથી તેનો પહેલો લૂક જાહેર કર્યો છે. જેમાં તે કાનપુરના સૌથી આદર્શવદી પતિના કિરદારમાં છે.


કાર્તિકે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી ફિલ્મમાંથી પોતાનો લૂક ચાહકો સાથે શેર કર્યો છે. તસવીરમાં કાર્તિક આર્યન એક સામાન્ય માણસની જેમ નજર આવી રહ્યા છે. ફોટોની સાથે કાર્તિક આર્યન લખે છે કે, 'હાય શું સ્માઈલ છે, મળો ચિંટૂ ત્યાગીને જે છે કાનપુરનો સૌથી આદર્શવાદી પતિ'.કાર્તિકની આ પોસ્ટ પર તેની ફિલ્મની કો-સ્ટાર ભૂમિ પેડનેકરે પણ જવાબ આપ્યો છે. ભૂમિએ લખ્યું છે કે ચિંટૂજી બહુ આંખ ન મારો. હું પણ જલ્દી જ આવી રહી છું.




kartik aaryan bhumi pednekar