Mother’s Dayપર એવું શું કર્યું કાર્તિકે?, મમ્મીએ કહ્યું "લાત દૂંગી"

11 May, 2020 01:33 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Mother’s Dayપર એવું શું કર્યું કાર્તિકે?, મમ્મીએ કહ્યું "લાત દૂંગી"

કાર્તિક આર્યન

લૉકડાઉન દરમિયાન કાર્તિક આર્યન બે વસ્તુઓને લઈને ખૂબ જ ચર્ચામાં છે. પહેલો તેનો 'કબીર સિંહ' વાળો લૂક અને બીજો તેના વીડિયોઝ. હાલ કાર્તિક પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઘણાં વીડિયો શૅર કર્યા છે. કોઇક વીડિયોમાં તે પોતાની બહેનને હેરાન કરતો દેખાય છે, તો કોઇક વીડિયોમાં તે મમ્મીની વઢ ખાતો જોવા મળે છે. તાજેતરમાં જ કાર્તિકે મધર્સ ડેના અવસરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કર્યો જે ખૂબ જ ફની છે. આ વીડિયોમાં સૌથી રસપ્રદ વાત એ છે કે કાર્તિકના મમ્મી દેખાતાં નથી છતાં તેમના અવાજથી તમને હસવું આવી જ જશે.

વીડિયોમાં કાર્તિકની મમ્મી તેને અવાજ આપતા પૂછે છે કે, "કોકી, મધર્સ ડે પર બધાંએ પોત-પોતાની મા સાથે સેલ્ફી પોસ્ટ કરી છે, તે અત્યારે સુદી મારી સાથે કેમ કંઇ પોસ્ટ નથી કર્યું?" જવાબમાં કાર્તિક કહે છે, "મા મને એક-એક પોસ્ટના લાખો રૂપિયા મળે છે તમે આપશો?" આ વાતે કાર્તિકના મમ્મી ભડકી ઉઠે છે અને કહે છે, "એક લાત દૂંગી" એટલે કે લાખ નહીં પણ લાત મળશે. મા-દીકરાની નોકઝોંકનો આ વીડિયો ખૂબ જ સરસ છે. વીડિયો શૅર કરતાં કાર્તિકે મમ્મી માટે કૅપ્શન પણ લખ્યું છે. અભિનેતાએ લખ્યું છે કે, "માની મમતા". કાર્તિકના આ વીડિયો પર અર્જુન કપૂરે પણ કોમેન્ટ કરી છે. અર્જુને કોમેન્ટ કરતાં લખ્યું છે કે "આખી ફેમિલી સામેલ છે."

કાર્તિક આર્યન આ પહેલા પણ મા સાથે એક સરસ વીડિયો શૅર કરી ચૂક્યો છે જેમાં તેના મમ્મી ઇન્ટરવ્યૂને લઈને તેની મસ્તી કરતાં હતાં અને તે વીડિયોમાં પણ કાર્તિકના મમ્મીનો ચહેરો દેખાતો નહોતો ફક્ત અવાજ જ સાંભળવા મળતો હતો. આ વીડિયો કાર્તિકના ચેટ શૉ કોકી પૂછેગા પહેલા રેકૉર્ડ કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કબીર સિંહના લૂકમાં દેખાય છે અને ગિટાર પ્લે કરે છે.

kartik aaryan bollywood bollywood news bollywood gossips