ઇમ્તિયાઝ સાથે કામ કરીને મારી ઍક્ટિંગ પ્રોસેસ બદલાઈ ગઈઃ કાર્તિક

05 December, 2019 10:44 AM IST  |  Mumbai

ઇમ્તિયાઝ સાથે કામ કરીને મારી ઍક્ટિંગ પ્રોસેસ બદલાઈ ગઈઃ કાર્તિક

ઈમ્તિયાઝ અલી

કાર્તિક આર્યનનું કહેવું છે કે ઇમ્તિયાઝ અલી સાથે કામ કર્યા બાદ તેનું માઇન્ડ સેટ બદલાઈ ગયું છે. આ ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાને પણ કામ કર્યું છે. આ ફિલ્મને ‘લવ આજ કલ’ની સીક્વલ કહેવામાં આવી રહી છે. ફિલ્મમાં ઇમ્તિયાઝ અલી સાથે કામ કરવાના અનુભવ વિશે પૂછવામાં આવતાં કાર્તિકે કહ્યું હતું કે ‘ઇમ્તિયાઝ અલી સાથેની ફિલ્મને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે હું તેમના પ્રેમમાં પડી ગયો છું. તેમણે મારી વિચારશક્તિને બદલી કાઢી છે. મને લાગે છે કે એક વ્યક્તિ તરીકે હું આજે ઘણો બદલાઈ ગયો છું. ફિલ્મના શૂટિંગ બાદ હું મારામાં ખૂબ જ ચૅન્જ જોઈ રહ્યો છું. તેમની સાથે કામ કર્યા બાદ મારી ઍક્ટિંગ પ્રોસેસ અને વિચારસરણી બદલાઈ ગઈ છે. હું પહેલેથી જ તેમનો ફૅન રહ્યો છું અને તેમની સાથે કામ કરી રહ્યો હોવાનું મને વિશ્વાસ નથી થઈ રહ્યું. તેમની સાથે કામ કરી રહ્યો હતો ત્યારે છેલ્લા દૃશ્ય વખતે હું રડ્યો પણ હતો. છેલ્લું દૃશ્ય ખૂબ જ ઇમોશનલ હતું. માર માટે ક્ષણ પણ ખૂબ જ ઇમોશનલ હતી કારણ કે તેમની સાથે કામ કરવું ખૂબ જ અદ્ભુત રહ્યું હતું.’




kartik aaryan imtiaz ali