કાર્તિક આર્યનને અનન્યા પાન્ડેએ પૂછ્યું...શું તારી બેસ્ટ ફ્રેન્ડ સારા છે

05 December, 2019 10:21 AM IST  |  Mumbai

કાર્તિક આર્યનને અનન્યા પાન્ડેએ પૂછ્યું...શું તારી બેસ્ટ ફ્રેન્ડ સારા છે

કાર્તિક અને અનન્યા

અનન્યા પાન્ડેએ હાલમાં જ તેના કો-સ્ટાર કાર્તિક આર્યનને તેની રિલેશનશિપ વિશે સવાલ કર્યો હતો. સારા અલી ખાન અને કાર્તિક એકમેકને ડેટ કરી રહ્યાં છે એવા સમાચાર આવી રહ્યાં છે ત્યારે બીજી તરફ તેમના બ્રેકઅપના પણ સમાચાર આવી રહ્યાં છે. કાર્તિક અને અનન્યાએ ‘પતિ, પત્ની ઔર વોહ’માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મના પ્રમોશન માટે તેઓ ઝીટીવીના ‘પ્રો મ્યુઝિક કાઉન્ટડાઉન’માં ગયા હતા. આ શોમાં મ્યુઝિક અને ચૅટ શો બન્નેનું મિશ્રણ છે. આ શોમાં બેસ્ટ ફ્રેન્ડ વિશે પૂછવામાં આવતા અનન્યાએ કહ્યું હતું કે સુહાના ખાન અને શનાયા મારી બેસ્ટ ફ્રેન્ડ છે.
સારા અલી ખાન વિશે પૂછતાં અનન્યાએ કહ્યું હતું કે અમે બન્ને ફક્ત મિત્રો છે. ઇન્ડસ્ટ્રીમાં કાર્તિકને બેસ્ટ ફ્રેન્ડ વિશે પૂછવામાં આવતાં અનન્યાએ કહ્યું હતું કે સારા અલી ખાન. આ વિશે કાર્તિકને પૂછતાં અનન્યાએ કહ્યું હતું કે ‘શું તે છે? સારા અલી ખાન ખરેખર તારી બેસ્ટ ફ્રેન્ડ છે?’

kartik aaryan Ananya Panday sara ali khan