કાર્તિક આર્યનને ઍડ‍્વાન્સમાં મળી બર્થ-ડે ગિફ્ટ

13 November, 2024 08:22 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

ભૂલભુલૈયા 3 રૂપે કરીઅરની પહેલી ડબલ સેન્ચુરી ફટકારી: ૨૨ નવેમ્બરે છે જન્મદિવસ

ગઈ કાલે પટનામાં ‘ભૂલભુલૈયા 3’ના પ્રમોશન દરમ્યાન લિટ્ટી ચોખાનો આસ્વાદ માણતો કાર્તિક આર્યન

‘ભૂલભુલૈયા 3’ કાર્તિક આર્યનની કારકિર્દીની પહેલી એવી ફિલ્મ છે જેણે ભારતમાં બૉક્સ-ઑફિસ પર ૨૦૦ કરોડ રૂપિયાનો નેટ બિઝનેસ કર્યો છે. આ સિદ્ધિથી કાર્તિક સ્વાભાવિક રીતે જ ફૂલીને ફાળકો થઈ ગયો છે. તેણે સોશ્યલ મીડિયા પર ચાહકોને સંબોધીને લખ્યું: સપનાં ખરેખર સાચાં પડે છે, મારી કારકિર્દીની આ પહેલી ડબલ સેન્ચુરી છે... તમારો પ્રેમ મને અહીં સુધી લઈ આવ્યો છે. મને ઍડ‍્વાન્સમાં બર્થ-ડે ગિફ્ટ આપવા બદલ તમારો આભાર.

કાર્તિકનો જન્મદિવસ બાવીસમી નવેમ્બરે છે. આ દિવસે તે ૩૪મી વર્ષગાંઠ ઊજવશે.

kartik aaryan bhool bhulaiyaa box office bhushan kumar indian cinema happy birthday bollywood news bollywood entertainment news social media