16 April, 2026 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન
કાર્તિક આર્યનનું શેડ્યુલ અત્યારે બહુ વ્યસ્ત છે. તે પોતાની આગામી ફિલ્મ ‘નાગઝિલા’ના શૂટિંગમાં વ્યસ્ત છે અને તેની પાસે ‘તૂ મેરી ઝિંદગી હૈ’ પણ છે. હવે કાર્તિક આર્યને તેની સાથે પહેલાં બે સુપરહિટ ફિલ્મો આપનાર ડિરેક્ટર લવ રંજનની આગામી ફિલ્મમાં કામ કરવાની તૈયારી બતાવી હોવાના રિપોર્ટ છે. કાર્તિક આર્યન અને લવ રંજન વચ્ચે છેલ્લા ૬ મહિનાથી વિવિધ વિષયો પર ચર્ચા ચાલી રહી હતી અને હવે તેમણે એક આઇડિયા કન્ફર્મ કર્યો છે. મળતી માહિતી મુજબ ફિલ્મનું શૂટિંગ ઑક્ટોબરથી શરૂ થઈ શકે છે.
લવ રંજન
કાર્તિક આર્યન અને લવ રંજનની જોડી પહેલાં ‘પ્યાર કા પંચનામા’, ‘આકાશવાણી’, ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ અને એની સીક્વલ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકી છે. આમાંથી બે ફિલ્મો સુપરહિટ રહી હતી, જ્યારે એક ફ્લૉપ અને એક ઍવરેજ સાબિત થઈ હતી. હવે આ જોડી ફરી રોમૅન્ટિક કૉમેડી બનાવવાનું પ્લાનિંગ કરી રહી છે.