શૂટિંગ દરમ્યાન કાર્તિક આર્યનને ગંભીર ઈજા, કરાવવી પડશે ઘૂંટણની સર્જરી

20 August, 2026 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કબીર ખાનના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં અનેક હાઇ-ઇન્ટેન્સિટી ઍક્શન સીન છે. આ સીન માટેની તૈયારી કરવા કાર્તિક છેલ્લા કેટલાક સમયથી ખાસ ટ્રેઇનિંગ લઈ રહ્યો હતો, પણ આમ છતાં તે ઈજાનો ભોગ બન્યો છે.

શૂટિંગ દરમ્યાન કાર્તિક આર્યનને ગંભીર ઈજા, કરાવવી પડશે ઘૂંટણની સર્જરી

કાર્તિક આર્યન પોતાની આગામી ફિલ્મના શૂટિંગ દરમ્યાન ઈજાગ્રસ્ત થયો છે. રિપોર્ટ પ્રમાણે ડિરેક્ટર કબીર ખાનની અનટાઇટલ્ડ ફિલ્મના એક ઍક્શન સીનના શૂટિંગ દરમ્યાન તેના ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે. આ ઈજા પછી કાર્તિકને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી ડૉક્ટરોએ તેને ઘૂંટણની સર્જરી કરાવવાની અને થોડા સમય માટે આરામ કરવાની સલાહ આપી છે.
કબીર ખાનના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં અનેક હાઇ-ઇન્ટેન્સિટી ઍક્શન સીન છે. આ સીન માટેની તૈયારી કરવા કાર્તિક છેલ્લા કેટલાક સમયથી ખાસ ટ્રેઇનિંગ લઈ રહ્યો હતો, પણ આમ છતાં તે ઈજાનો ભોગ બન્યો છે.

kartik aaryan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news