Love Aaj Kal Box Office Collection Day 1: પહેલા દિવસે કરી આટલી કમાણી

15 February, 2020 01:15 PM IST  |  Mumbai Desk

Love Aaj Kal Box Office Collection Day 1: પહેલા દિવસે કરી આટલી કમાણી

વેલેન્ટાઇન ડે પર રિલીઝ થયેલી કાર્તિક આર્યન અને સારા અલી ખાનની ફિલ્મ લવ આજ કલને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો, દરમિયાન ફિલ્મે બંપર ઓપનિંગ કરી છે. ટ્રેડ જાણકારો પ્રમાણે, મેટ્રો શહેરોમાં ફિલ્મે જબરજસ્ત પ્રદર્શન કર્યું છે. જો કે, નાના શહેરોમાં ફિલ્મને ઓછા દર્શકો મળ્યા છે.

ટ્રેડ રિપોર્ટ્સ પ્રમાણે, લવ આજ કલે પહેલા દિવસે 12.40 કરોડની જબરજસ્ત ઓપનિંગ લીધી છે. જે એક્પેક્ટેડ લાઇન્સ પર છે. પિલ્મને લઈને ટ્રેડની આશાના આધારે ફિલ્મની ઓપનિંગ 11-13 કરોડની વચ્ચે રહેશે એવું જણાવ્યું હતું અને થયું પણ એવું. લવ આજ કલને ઇમ્તિયાઝ અલીએ નિર્દેશિત કરી છે. આ તેમની ફિલ્મ લવ આજ કલની જ અપગ્રેટેડ અને અપડેટેડ વર્ઝન છે. જૂની લવ આજ કલમાં સારાના પિતા સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણે લીડ રોલ્સ ભજવ્યા હતા.

આ વખતે પણ સ્ટોરી આવી જ છે જો કે, પાત્રો સંપૂર્ણપણે બદલાઇ ગયા છે. ફિલ્મ સમીક્ષકોએ લવ આજ કલને મિક્સ રેટિંગ્ આપી, કેટલાકે વખાણ કર્યા તો કેટલાકે ફિલ્મની આલોચના પણ કરી. પણ, દર્શકોની પ્રતિક્રિયાથી લાગે છે કે ફિલ્મ તેમને પસંદ આવી રહી છે. ફિલ્મની સામે હવે ડબલ ડિજિટ કલેક્શનને જાળવી રાખવું એ મોટો પડકારો છે.

જો આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોની ઓપનિંગ સાથે તુલના કરીએ તો આ બીજી મોટી ઓપનિંગ છે. અજય દેવગનની તાનાજી-ધ અનસંગ વૉરિયરે પહેલા દિવસે 15.10 કરોડનું કલેક્શન કર્યું હતું. સ્ટ્રીટ ડાન્સર 3ડીએ 10.26 કરોડની ઓપનિંગ લીધી હતી. આ ત્રણ ફિલ્મોની ઓપનિંગ જ ડબલ ડિજિટમાં રહી છે.

જો કાર્તિર આર્યનની ફિલ્મો સાથે તુલના કરીએ તો તેની આ બેસ્ટ ઓપનિંગ છે. કાર્તિકની છેલ્લી ફિલ્મ પતિ પત્ની ઔર વોએ 9.10 કરોડની ઓપનિંગ લીધી હતી. તે પહેલા આવેલી લુકાછુપીએ પહેલા દિવસે 8.01 કરોડની કમાણી કરી હતી. 2018માં આવેલી સોનૂ કે ટીટૂ કી સ્વીટીને 6.42 કરોડની ઓપનિંગ મળી હતી.

આ પણ વાંચો : અરમાન અને અનિષાના વેડિંગ રિસેપ્શનમાં કપૂર,અંબાણી,બચ્ચન અને ખાન પરિવારે આપી હાજરી

લવ આજ કલમાં કાર્તિક અને સારા પહેલી વાર સાથે આવ્યા છે. આ બન્નેને લઈને ડેટિંગની અફવાઓ પણ ઉડતી રહે છે. એવામાં આ ફ્રેશ જોડી દર્શકોને આકર્ષિત કરી રહી છે.

sara ali khan kartik aaryan bollywood box office bollywood news bollywood gossips entertaintment