06 August, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઈરલ તસવીર
થોડા સમય પહેલાં કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂરનું નિધન થયું હતું. હાલમાં સંજય કપૂરની ૩૦ હજાર કરોડની સંપત્તિને લઈને પારિવારિક કલેશ ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે કરિશ્મા અને દિવંગત સંજય કપૂરની પુત્રી સમાઇરા કપૂર ગઈ કાલે સાંજે તેના મિત્રો સાથે મુંબઈમાં ઈવનિંગ આઉટિંગ કરતી જોવા મળી હતી અને તેનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.
આ વાઇરલ વિડિયોમાં સમાઇરા એક અજાણ્યા યુવક સાથે ઝડપથી કારમાં બેસતી જોવા મળી હતી અને તે બહુ ખુશખુશાલ લાગી રહી હતી. સમાઇરા બ્લૅક આઉટફિટમાં ખૂબ જ સ્ટાઇલિશ, ટ્રેન્ડી અને એલિગન્ટ લાગી રહી હતી. તેણે તેના વાળને પાછળની તરફ સ્લીક પોનીટેલમાં સ્ટાઇલ કર્યા હતા, જેમાંથી કેટલાક વાળ ખુલ્લા હતા. તેણે પોતાના લુકને સ્ટાઇલિશ ઘડિયાળ અને બ્રેસલેટ સાથે કમ્પ્લીટ કર્યો હતો.