27 November, 2019 12:38 PM IST | Mumbai | Sonil Dedhia
વીરે દી વેડિંગ
‘વીરે દી વેડિંગ’ની સીક્વલની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળ્યુ છે. કરીના કપૂર ખાન, સોનમ કપૂર આહુજા, સ્વરા ભાસ્કર અને શીખા તલસાણિયાની ‘વીરે દી વેડિંગ’ને લોકોએ ખૂબ પસંદ કરી હતી. એવામાં તેમની કેમિસ્ટ્રી ફરી એકવાર સ્ક્રીન પર જોવા મળશે. રીયા કપૂર અને એકતા કપૂર આ સીક્વલને પ્રોડ્યુસ કરશે. ફિલ્મની સ્ક્રિપ્ટ પર હાલમાં કામ ચાલી રહ્યુ છે. સીક્વલ પર ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી હતી.
આ પણ વાંચો : નવાઝુદ્દીન સિદ્દીકીની મૅક્માફિયાને મળ્યો ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સ
ફિલ્મ જ્યાં પૂરી થઈ હતી, ત્યાંથી ફિલ્મની સ્ટોરીને આગળ ધપાવવામાં આવશે. સીક્વલમાં એ યુવતીઓનાં રિલેશનશીપને પણ વિસ્તારપૂર્વક દેખાડવામાં આવશે. આ સેકેન્ડ એડિશનમાં આ ચારેય કમ-બૅક કરે એવી શક્યતા છે. ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગયા બાદ ઍક્ટર્સ પાસેથી ડૅટ્સ લેવામાં આવશે. મેકર્સની ઇચ્છા ૨૦૨૦ની મધ્યમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની છે.