19 June, 2023 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ફોટોને ઇન્સ્ટાગ્રામ કરીનાએ શૅર કર્યો હતો
કરીના કપૂર ખાને ‘ધ ક્રૂ’નું શેડ્યુલ પૂરું કરી લીધું છે. આ એક કૉમેડી ફિલ્મ છે. ફિલ્મને અનિલ કપૂરની દીકરી રિયા કપૂર અને એકતા કપૂરે સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. તો ‘લૂટકેસ’ના રાજેશ ક્રિશ્નને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થાય એવી શક્યતા છે. ફિલ્મમાં કરીના સાથે તબુ, દિલજિત દોસંજ અને ક્રિતી સૅનન લીડ રોલમાં છે. ફિલ્મનું પોતાનું શેડ્યુલ પૂરું કર્યા બાદ કરીનાએ ટીમ સાથે ફોટો શૅર કર્યો હતો. એ ફોટોમાં કરીના ખડખડાટ હસી રહી છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, ‘ઓકે, હવે આ ઑફિશ્યલ સમર હૉલિડેનો સમય છે. આ બેસ્ટ ટીમ છે. ‘ધ ક્રૂ’નું શેડ્યુલ પૂરું કરવામાં આવ્યું છે.’