midday

બેશરમ, ગદ્દાર

30 April, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહલગામના આતંકવાદી હુમલા પછી પણ કરીનાએ પાકિસ્તાની ડિઝાઇનર સાથે હોંશે-હોંશે તસવીરો ક્લિક કરાવતાં તેના પર વરસી રહ્યો છે ફિટકાર.
 કરીના કપૂર અને પાકિસ્તાની ડિઝાઇનર ફરાઝ મનન

કરીના કપૂર અને પાકિસ્તાની ડિઝાઇનર ફરાઝ મનન

બાવીસમી એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી દેશભરમાં ગુસ્સાની લાગણી પ્રવર્તી રહી છે. એ હુમલા પછી પાકિસ્તાની ઍક્ટર ફવાદ ખાનની ફિલ્મ ‘અબીર ગુલાલ’ની ભારતમાં રિલીઝ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને મોટા ભાગના લોકો ભારતમાં પાકિસ્તાની ઍક્ટર્સ પર પ્રતિબંધ મૂકવાના પક્ષમાં છે ત્યારે કરીના કપૂરે પાકિસ્તાની ડિઝાઇનર ફરાઝ મનન સાથે દુબઈમાં પ્રોજેક્ટમાં કામ કર્યું હોવાની અને તેની સાથે હોંશે-હોંશે ફોટો પડાવ્યા હોવાની ચર્ચા વાઇરલ થઈ રહી છે. ફરાઝ મનન મૂળ પાકિસ્તાનનો છે અને તેનો દુબઈમાં લક્ઝરી સ્ટોર છે. કરીનાની આ તસવીરો વાઇરલ થતાં તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

કરીના ૨૦ એપ્રિલે ઍરપોર્ટ પર જોવા મળી હતી અને માનવામાં આવે છે કે તે દુબઈ ગઈ હતી અને આ ફોટો પહલગામ-અટૅક પછી તેણે કરેલી દુબઈ-વિઝિટ દરમ્યાન ક્લિક કરવામાં આવ્યા છે. કરીનાએ પોતે આ તસવીરો શૅર નથી કરી પણ ડિઝાઇનરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ તસવીરો શૅર કરતાં કરીનાની આ મુલાકાત લોકોની નજરમાં આવી ગઈ છે. જોકે એક પાતળી શક્યતા એ પણ છે કે આ તસવીરો જૂની હોય અને એ હાલમાં શૅર કરવામાં આવી હોય, પણ કરીનાએ આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી અને તે લોકોની આકરી ટીકાનો ભોગ બની રહી છે. તેને લોકો ‘બેશરમ’ અને ‘ગદ્દાર’ કહી રહ્યા છે.

Whatsapp-channel
kareena kapoor pakistan Pahalgam Terror Attack jammu and kashmir bollywood buzz bollywood gossips bollywood bollywood news entertainment news