Kareena Kapoorએ પૂરું કર્યું લાલ સિંહ ચઢ્ઢાનું શૂટ, તસવીર સાથે કહ્યું આ

15 October, 2020 05:09 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Kareena Kapoorએ પૂરું કર્યું લાલ સિંહ ચઢ્ઢાનું શૂટ, તસવીર સાથે કહ્યું આ

Kareena Kapoorએ પૂરું કર્યું લાલ સિંહ ચઢ્ઢાનું શૂટ, તસવીર સાથે કહ્યું આ

કરીના કપૂર ખાને આમિર ખાન સાથે પોતાની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ પૂરું કરી લીધું છે. કરીના કપૂરે એક તસવીર શૅર કરી છે અને આમાં પોતાની ફિલ્મ અને પ્રેગ્નેન્સીને લઈને ખાસ વાત કરી છે. કરીના કપૂર આ તસવીરમાં આમિર ખાન સાથે ખેતરમાં બેઠેલી જોવા મળે છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને આ તસવીર પર તેની બહેન કરિશ્મા કપૂરે હાર્ટના ઇમોજી સાથે કોમેન્ટ પણ કરી છે.

કરીના કપૂર ખાને આમિર ખાન સાથે આ તસવીર શૅર કરતા લખ્યું છે કે, "દરેક પ્રવાસનો એક અંત હોય છે. આજે, મેં મારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટ પૂરું કરી લીધું છે. મુશ્કેલ સમય... મહામારી, પ્રેગ્નેન્સી, નવર્સનેસ પણ જે જનૂનથી અમે શૂટ કર્યું છે તેને કોઇ રોકી શકે એમ નહોતું અને તે બધાં જ સુરક્ષાના પગલાઓ સાથે... આમિર ખાન અને અદ્વૈત ચંદન તમારો આભાર આ સફર માટે..." કરીના કપૂરે આખી ટીમનો આભાર માન્યો છે.

કરીના કપૂર ખાન અને આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા'નું નિર્દેશન અદ્વૈત ચંદને કર્યું છે અને આ 1994ની હૉલીવુડ ફિલ્મ 'ફૉરેસ્ટ ગમ્પ'ની હિન્દી રીમેક છે. ફિલ્મનું શૂટ દિલ્હીમાં થઈ રહ્યું હતું.

bollywood bollywood news bollywood gossips kareena kapoor aamir khan