અભિનેત્રી કરીના કપૂરે પુત્ર જેહ સાથે પહેલી તસવીર કરી શેર, જુઓ

20 August, 2021 02:10 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

બેબો ગર્લ કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પુત્ર જેહ સાથે એક ફોટો કરી શેર

કરીના કપૂર

બૉલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન આ દિવસોમાં પતિ સૈફ અલી ખાન સાથે વેકેશન પર છે. જો કે, આ દરમિયાન પણ તે સોશિયલ મીડિયા પર સક્રિય છે અને ચાહકોને તેના વેકેશન મોજની કેટલીક ઝલક પણ બતાવે છે. કરીનાએ તેના નાના પુત્ર જેહ સાથે ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર એક નવો ફોટો શેર કર્યો છે, જે ઇન્સ્ટાગ્રામ પર ખુબ વાયરલ થયો છે.

કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર જેહ સાથેની પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં તેણીએ જેહને પોતાના ખોળામાં સુવડાવ્યો છે. આ સાથે જ તેણે ફોટો પર લખ્યું છે - `લાઈટ્સ, કેમેરા, નેપટાઈમ એટલે સૂવાનો સમય.`

આ પહેલા સૈફના જન્મદિવસે કરીનાએ એક ખાસ પોસ્ટ શેર કરી હતી, જેમાં તૈમુર અને જેહ પણ આ બંને સાથે જોવા મળ્યા હતા. અભિનેત્રીની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટને 12 લાખથી વધુ લોકોએ પસંદ કરી છે.
 

વર્કફ્રન્ટની વાત કરીએ તો, સૈફ અલી ખાનની આગામી ફિલ્મ `ભૂત પોલીસ`નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર, જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમ પણ જોવા મળશે. તે જ સમયે કરીના ફિલ્મ `લાલ સિંહ ચઢ્ઢા` રિલીઝની રાહ જોઈ રહી છે, જેમાં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં છે.

kareena kapoor saif ali khan bollywood news