મેં સૈફને પહેલાં આઇ લવ યુ કહીને કર્યો હતો પ્રેમનો એકરાર

10 February, 2026 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૈફિનાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં પોતાની લવલાઇફ વિશે કર્યા રસપ્રદ ખુલાસા

તસવીર: શાદાબ ખાન

બૉલીવુડનું પાવર કપલ ગણાતાં સૈફ અલી ખાન અને કરીના કપૂરની જોડીને ફૅન્સ પ્રેમથી સૈફિનાના નામે ઓળખે છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં બન્નેએ પોતાની લવ-લાઇફને લઈને કેટલાક રસપ્રદ અને મજેદાર ખુલાસા કર્યા છે. આ ઇન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બન્નેમાંથી સૌપ્રથમ પ્રેમનો એકરાર કોણે કર્યો હતો? ત્યારે કરીનાએ હસતાં-હસતાં કહ્યું, ‘કદાચ પહેલો એકરાર મેં જ કર્યો હતો. સૈફ મને શરમમાં મૂકવા નથી માગતો એટલે આ મામલે વધારે બોલતો નથી, પણ હકીકત એ છે કે મેં જ પહેલ કરીને પહેલાં ‘આઇ લવ યુ’ કહ્યું હતું.’

કરીનાની આ વાત સાંભળીને સૈફે પણ પ્રેમભર્યા અંદાજમાં કરીનાની વાતને સમર્થન આપ્યું હતું. જોકે તેણે કહ્યું કે હવે તેને ચોક્કસ યાદ નથી કે સૌપ્રથમ કોણે ‘આઇ લવ યુ’ કહ્યું હતું.

સૈફ અલી ખાન અને કરીના કપૂરનું સ્ટાઇલિશ ટ્‌વિનિંગ

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને રવિવારે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ પ્લાઝામાં ‘ટિફની ઍન્ડ કંપની’ સ્ટોરની મુલાકાત હતી. આ મુલાકાત વખતે બન્ને બ્લૅક આઉટફિટમાં ટ્‌વિનિંગ કરતાં નજરે પડ્યાં હતાં. આ સમયે સૈફ અને કરીના બન્નેનો લુક ક્લાસી હતો અને બન્ને એકબીજાને ખૂબ જ સરસ રીતે કૉમ્પ્લિમેન્ટ કરતાં હતાં. આ સમયે કરીનાએ બ્લૅક રંગનો બૉડીકૉન ડ્રેસ પહેર્યો હતો અને સાથે ડાયમન્ડ ઍક્સેસરીઝ પહેરી હતી, જ્યારે સૈફ પણ બ્લૅક આઉટફિટમાં જોવા મળ્યો હતો.

સૈફે જૅકેટ પર લગાડેલું બ્રોચ ૪૨ લાખનું

રવિવારે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન રવિવારે ટિફની ઍન્ડ કંપની બુટિકમાં શૉપિંગ કરતાં જોવા મળ્યાં. આ સમયે તેમણે બ્લૅક આઉટફિટમાં ટ્‍વિનિંગ કર્યું હતું. આ સમયે સૈફના જૅકેટ પર લાગેલું ટિફની બ્રોચ આકર્ષણનું કેન્દ્ર બની ગયું. મળતી માહિતી પ્રમાણે આ બ્રોચ ટિફની ઍન્ડ કંપનીના ખાસ કલેક્શનનો ભાગ છે અને વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે એની કિંમત આશરે ૪૨.૪ લાખ રૂપિયા છે. ચકલીના આકારનું આ બ્રોચ ૧૮ કૅરૅટ સોનાની એક્સેસરી છે. એને યલો ગોલ્ડ અને પ્લેટિનમથી તૈયાર કરવામાં આવી છે અને એમાં રુબી અને હીરા જેવાં કીમતી રત્નો જડવામાં આવ્યાં છે.

saif ali khan kareena kapoor relationships celebrity wedding entertainment news bollywood bollywood news