✕

સૈફ અલી ખાને ત્રણ વખત પ્રપોઝ કર્યા પછી આખરે કરીના કપૂરે પાડી હતી લગ્ન માટે હા

19 October, 2026 04:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૈફ અલી ખાને મુંબઈના અંધેરી કુર્લા રોડ પર આવેલાં બે કમર્શિયલ યુનિટ ભાડે આપી દીધાં છે. ૫૬૯૨ સ્ક્વેર ફુટનો કાર્પેટ એરિયા ધરાવતાં આ કમર્શિયલ યુનિટ કાણકિયા વૉલસ્ટ્રીટ નામની ઇમારતના ઉપરના માળે આવેલાં છે.

સૈફ અલી ખાને ત્રણ વખત પ્રપોઝ કર્યા પછી આખરે કરીના કપૂરે પાડી હતી લગ્ન માટે હા

કરીના કપૂર અને સૈફ અલી ખાનની ગણતરી બૉલીવુડની લોકપ્રિય જોડીમાં થાય છે. બન્નેનાં લગ્નને ૧૪ વર્ષ થઈ ગયાં છે, છતાં ચાહકો આજે પણ તેમની વચ્ચેની કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરે છે. તાજેતરમાં બન્ને ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના નવા એપિસોડમાં પહોંચ્યાં હતાં જેમાં તેમણે પોતાની લવ-સ્ટોરી સાથે જોડાયેલા અનેક મજેદાર ખુલાસા કર્યા હતા. શો દરમ્યાન કરીનાએ જણાવ્યું હતું કે સૈફે તેને લગ્ન માટે એક કે બે વાર નહીં પણ ત્રણ વાર પ્રપોઝ કર્યું હતું.

આ વાત જણાવતાં કરીનાએ કહ્યું હતું કે સૈફે પહેલી વાર મુંબઈમાં, બીજી વાર ગ્રીસમાં અને ત્રીજી વાર પૅરિસમાં તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને આ પછી જ તેણે લગ્ન માટે હા પાડી હતી. કરીનાનો આ ખુલાસો સાંભળીને સૈફે મજાકમાં કહ્યું હતું કે જો તેં મુંબઈમાં જ પહેલી વારમાં હા પાડી દીધી હોત તો મારા કેટલા બધા પૈસા બચી ગયા હોત.

કરીના કપૂર રોજ રાત્રે સૂતાં પહેલાં પગ પર લગાવે છે ઘી
શોમાં કપિલ શર્મા કરીના અને સૈફનું સ્વાગત કરતાં કહે છે કે ‘બન્નેનાં લગ્નને ૧૪ વર્ષ થઈ ગયાં છે. જોકે ૧૪ વર્ષમાં સામાન્ય માણસનો ચહેરો જાણે આજીવન કેદ ભોગવતી વ્યક્તિ જેવો થઈ જાય છે, જ્યારે તમે બન્ને હજી પણ આટલાં તાજગીભર્યાં દેખાઓ છો. તમે એવું શું ખાઓ છો, સર?’ 
આ સવાલના જવાબમાં સૈફ અલી ખાન કહે છે કે આજકાલ ઘરે ઘણું ઘી આવે છે.
આ પછી કરીના કહે છે કે તેમના ઘરમાં ઘીનો ઘણો ઉપયોગ થાય છે. આ સાંભળીને કપિલ પૂછે છે કે શું તેઓ ખરેખર ઘી ખાય પણ છે? આ સવાલના જવાબમાં કરીના કહે છે, ‘બાળકો ખાય છે... અમે પણ ખાઈએ છીએ.’
આ દરમ્યાન સૈફ કહે છે, ‘ઘી માત્ર ખવાતું જ નથી. કરીના રાત્રે પોતાના પગ પર ઘી ઘસે છે.’  
આ પછી કરીના આની પાછળનું કારણ જણાવતાં કહે છે કે આવું કર્યા પછી તેને સારી ઊંઘ આવે છે. કરીનાની વાત સાંભળીને સૈફ મજાક કરતાં કહે છે, ‘કેટલી રોમૅન્ટિક વાત છે. રાત્રે અમારા બેડરૂમમાંથી રસ્તા કિનારે આવેલા ઢાબા જેવી સુગંધ આવે છે.’

સૈફ અલી ખાને મહિને ૨૨.૭૬ લાખ રૂપિયાના ભાડે આપ્યાં બે કમર્શિયલ યુનિટ
સૈફ અલી ખાને મુંબઈના અંધેરી કુર્લા રોડ પર આવેલાં બે કમર્શિયલ યુનિટ ભાડે આપી દીધાં છે. ૫૬૯૨ સ્ક્વેર ફુટનો કાર્પેટ એરિયા ધરાવતાં આ કમર્શિયલ યુનિટ કાણકિયા વૉલસ્ટ્રીટ નામની ઇમારતના ઉપરના માળે આવેલાં છે. પ્રૉપર્ટી રજિસ્ટ્રેશનના દસ્તાવેજો અનુસાર આ બન્ને યુનિટનું માસિક ભાડું ૨૨.૭૬ લાખ રૂપિયા છે. દસ્તાવેજો દર્શાવે છે કે સૈફે ૨૦૨૫ના નવેમ્બરમાં આ બન્ને કમર્શિયલ યુનિટ ખરીદ્યાં હતાં. આ બન્ને યુનિટની કુલ કિંમત ૩૦.૭૫ કરોડ રૂપિયા હતી.

saif ali khan kareena kapoor The Great Indian Kapil Show kapil sharma bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news