13 September, 2026 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર
કરીના કપૂર ખાન હાલમાં ૧૮ સપ્ટેમ્બરે રિલીઝ થનારી પોતાની આગામી ફિલ્મ ‘દાયરા’ને લઈને ચર્ચામાં છે. હાલમાં ફિલ્મના મ્યુઝિક-લૉન્ચમાં કરીનાએ પહેરેલી લહેરિયા સાડીના લુકની બહુ ચર્ચા થઈ હતી. હવે કરીનાએ ખુલાસો કર્યો હતો કે તેણે આ સાડી પહેરીને બહેન કરિશ્મા કપૂરના ફિલ્મ ‘ઝુબૈદા’ના લુકને રીક્રીએટ કર્યો હતો. કરીનાએ સોશ્યલ મીડિયામાં પોતાની અને કરિશ્માની ‘ઝુબૈદા’ના લુકવાળી તસવીરોનો એક કોલાજ શૅર કર્યો હતો. આ કોલાજમાં કરીનાની તસવીરની સાથે ફિલ્મ ‘ઝુબૈદા’માં કરિશ્મા કપૂરની એક તસવીર પણ હતી. આ તસવીરમાં બન્ને બહેનોએ એકસરખી મલ્ટિકલર સાડી પહેરી હતી. કરીનાએ આ પોસ્ટ શૅર કરતાં લખ્યું હતું કે ‘મને હંમેશાં ખબર હતી કે આપણી પસંદ સારી છે... સિસ્ટર્સ ફૉરેવર.’