કરીનાના લુક પર ફિદા થઈ આલિયા

18 November, 2022 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને એકતા કપૂર પ્રોડ્યુસ કરવાની છે.

કરીના કપૂર

કરીના કપૂર ખાનના લુક પર તેની ભાભી આલિયા ભટ્ટ ફિદા થઈ ગઈ છે. કરીના હાલમાં યુકેમાં હંસલ મહેતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મને એકતા કપૂર પ્રોડ્યુસ કરવાની છે. યુકેના ડોવર શહેરમાં શૂટિંગના સેટ પરના કેટલાક ફોટો કરીનાએ શૅર કર્યા છે. એક ફોટોમાં તે હસી રહી છે. બીજા ફોટોમાં તે પાઉટ કરી રહી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, ‘ડોવર ડાયરીઝ, યુનાઇટેડ કિંગડમ ૨૦૨૨. સેટ પર હંમેશાં આવો મૂડ હોય છે.’

આ ફોટો જોઈને આલિયાએ કમેન્ટ કરી હતી, લવિંગ ધીઝ લુક્સ. એકતા કપૂરે કમેન્ટ કરી કે લુકિંગ ફૅબ.

entertainment news bollywood news bollywood gossips bollywood kareena kapoor