કરિશ્મા કપૂર સાથે કામ કરવા માટે યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જુએ છે કરીના કપૂર

09 March, 2020 06:59 PM IST  |  Mumbai Desk

કરિશ્મા કપૂર સાથે કામ કરવા માટે યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જુએ છે કરીના કપૂર

કરિશ્મા કપૂર સાથે કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાનને તેની બહેન કરિશ્મા કપૂર સાથે કામ કરવા માટે યોગ્ય સ્ક્રિપ્ટ મળે એનો ઇન્તજાર છે. કરિશ્માએ વેબ-સિરીઝ ‘મેન્ટલહુડ’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી છે. એના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં હાજર કરીનાએ કહ્યું હતું કે ‘અમે હંમેશાંથી સાથે કામ કરવા માગીએ છીએ, પરંતુ હજી સુધી કોઈ યોગ્ય સ્ક્રિપ્ટ મળી નથી. જો કોઈ સારી સ્ક્રિપ્ટ મળે તો અમે ચોક્કસ સાથે કામ કરીશું.’

bollywood bollywood news bollywood gossips kareena kapoor karishma kapoor