પહેલી વાર પોલીસ ઑફિસરનું પાત્ર ભજવશે કરીના કપૂર ખાન, કરાવશે કૉમેડી

27 April, 2019 06:15 PM IST  | 

પહેલી વાર પોલીસ ઑફિસરનું પાત્ર ભજવશે કરીના કપૂર ખાન, કરાવશે કૉમેડી

કરીના કપૂર (ફાઇલ ફોટો)

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય અભિનેત્રી કરીના કપૂર ખાન ટૂંક સમયમાં જ અભિનેતા ઇરફાન ખાન સાથે ફિલ્મ 'અંગ્રેઝી મીડિયમ'માં જોવા મળશે. આ ફિલ્મ ઇરફાનની જ 2017માં આવેલી ફિલ્મ 'હિન્દી મીડિયમ'ની સીક્વલ છે. 'અંગ્રેઝી મીડિયમ'નું નિર્દેશન હોમી અડાજણિયા કરે છે. ફિલ્મમાં અભિનેત્રી રાધિકા મદન પણ છે, જે ઇરફાન ખાનની દીકરીનું પાત્ર ભજવી રહી છે. સાથે જ ઇરફાન ચંપકજીના પાત્રમાં જોવા મળશે જે મિઠાઇની દુકાન ચલાવે છે. તેની સાથે જ કરીના કપૂરના પાત્રનો પણ ખુલાસો થઇ ગયો છે.

પોલીસ ઑફિસરના ગેટઅપમાં દેખાશે કરીના

તાજેતરમાં જ મીડિયા સાથેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન અંગ્રેઝી મીડિયમના પ્રૉડ્યૂસર દિનેશ વિજને જણાવ્યું કે, "કરીના કપૂર ખાન અમારી ફિલ્મ જોઇન કરવાની છે. આ એક સ્પેશિયલ ફિલ્મ છે જેને લઇને હું ઘણો ઉત્સાહિત છું. ફિલ્મમાં કરીના જે પાત્ર ભજવશે તે તેની માટે પર્ફેક્ટ છે. "

તેણે કરીનાના પાત્રની વાત કરતાં કહ્યું કે, "ફિલ્મમાં કરીના એક પોલીસ ઑફિસરની ભૂમિકામાં જોવા મળશે. જો કે કરીનાએ અત્યાર સુધી ક્યારેય આવું પાત્ર ભજવ્યું નથી. આ જૂનમાં અમે લંડનમાં શૂટિંગ કરશું."

ફિલ્મમાં પોતાના પાત્રથી ખુશ છે કરીના

કરીના પણ આ ફિલ્મને લઇને ઘણી જ ઉત્સાહિત છે. તેણે કહ્યું કે ફિલ્મમાં તે ઇરફાન ખાન સાથે કામ કરવાને લઇને ઘણી ખુશ છે. અભિનેત્રી એ કહ્યું, "ફિલ્મમાં મારું પાત્ર નાનું છે, પણ ઘણું રસપ્રદ છે. હું ઘણાં સમયથી આવું પાત્ર ભજવવા માગતી હતી. ફિલ્મમાં હોમી અડાજણિયા, ઇરફાન ખાન અને દીપક ડોબરિયાલ સાથે કામ કરવાની બાબતે હું ખૂબ જ ખુશ છું."

આ પણ વાંચો : video : અજય દેવગનના ખતરનાક સ્ટંટની નકલ કરે છે આ પોપટ

તો બીજી તરફ કરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ તેણે અભિનેતા અક્ષય કુમાર સાથે પોતાની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝની શૂટિંગ પૂરી કરી છે. આ ફિલ્મમાં કરીના એક પ્રેગનેન્ટ મહિલાનું પાત્ર ભજવશે.

kareena kapoor irrfan khan bollywood hindi medium bollywood gossips bollywood news bollywood events entertaintment