22 September, 2025 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
કરીના કપૂરની ગઈ કાલે ૪૫મી વર્ષગાંઠ હતી. આ દિવસે ફૅન્સ અને પરિવારજનોએ સોશ્યલ મીડિયા પર તેને શુભેચ્છા આપી છે. આ પ્રસંગે કરીનાની મોટી નણંદ સબાએ તેની અને કરીનાની ઢગલાબંધ તસવીરો પોસ્ટ કરી છે અને ‘હૅપી બર્થ-ડે બેબોજાન’ કહીને પોતાનો પ્રેમ વરસાવ્યો છે. કરીનાની બર્થ-ડે વખતે તેની ખાસ મિત્ર અમ્રિતા અરોરાએ પણ પોતાની બેસ્ટી માટે એક ખાસ થ્રોબૅક તસવીર શૅર કરી.
સબાએ જે પોસ્ટ કરી છે એમાં કૅપ્શન લખી છે, ‘બેબો, તારી સાથે વિતાવેલી દરેક ક્ષણ માટે... આપણા ખાસ સેલ્ફી, મેં ખેંચેલી તસવીરો, ભાઈ કે મમ્મી સાથે તું અને બાળકો. પરિવારના પ્રસંગો, ઈદ, દિવાળી, જન્મદિવસ અને ઘણું બધું... તું બધું જ પૂર્ણ કરે છે! તને ચમકદાર સાડીની જરૂર નથી, તું જ અનોખી ચમક છે! તું ખૂબ જ અદ્ભુત છે! જલદી મળીશું. ઢગલો પ્રેમ...’
અમ્રિતા અરોરાએ તસવીર શૅર કરીને લખ્યું છે, ‘મારી દોસ્ત, જે મારો સાથ આપે છે અને હંમેશાં મારા જીવનમાં હાજર રહે છે... જન્મદિવસની શુભેચ્છા મારી બેબો, હું તને ખૂબ પ્રેમ કરું છું...’