કરણ જોહરે PM Modi નો માન્યો આભાર, કહ્યું, પિક્ચર અભી બાકી હૈ.....

31 May, 2019 05:20 PM IST  | 

કરણ જોહરે PM Modi નો માન્યો આભાર, કહ્યું, પિક્ચર અભી બાકી હૈ.....

કરણ જોહર અનેનરેન્દ્ર મોદી

બીજી વાર ભારતના વડાપ્રધાનની શપથ ગ્રહણ કરી કરનાર નરેન્દ્ર મોદીને વિશ્વના બધા જ લોકોએ વધાવી લીધા હતા. દિલ્હીમાં ગુરુવારે આયોજિત શપથ ગ્રહણ સમારંભમાં રાજકીય નેતાઓ અને અનેક મોટી હસ્તિઓ સિવાય દિગ્ગજ ફિલ્મી કલાકારો પણ સામેલ થયા હતા. ખાસ કરીને કરણ જોહર પણ હાજર રહ્યો હતો.

કરણ જોહરે કહ્યું : પિક્ચર અભી બાકી હૈ...

કરણ જોહરે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિ સમારંભ બાદ શુક્રવારે સોશિયલ મીડિયામાં શુભેચ્છાઓ આપી છે. કરણ જોહરે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી અને સમારંભમાં બોલાવવા માટે પીએમનો આભાર માન્યો. કરણ જોહરે લખ્યું, ફરી શુભેચ્છાઓ. આ ખાસ અવસરે મને બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર. આ આપણા દેશ માટે સૌભાગ્યની વાત છે કે તમે પોતાના પદ પર દેશનું પ્રતિનિધિત્વ જાળવી રાખશો. વિશ્વભરમાં જ્યારે તમારા વખાણ સાંભળું છું તો હું ગર્વાન્વિત અનુભવું છું. સન્માનિત ઑફિસમાં બીજા ચેપ્ટરની શરૂઆત કરવા બાબતે હું બધાને શુભેચ્છાઓ આપું છું. સાથે જ એ પણ કહેવાનું ગમશે કે પિક્ચર અભી બાકી હે. જય હિંદ.

જણાવીએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફિલ્મી સિતારાઓ સાથે મુલાકાતનો સિલસિલો ગયા વર્ષથી ચાલી રહ્યો છે. તેમણે દિગ્ગજ ફિલ્મમેકર્સ અને અભિનેતાઓને નવી દિલ્હી પણ આમંત્રિત કર્યું હતું. ત્યાર બાદ તે પોતે પણ મુંબઇ સિનેમાં સંગ્રહાલયના ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા જ્યાં મોટા ભાગના સેલેબ્સ સાથે તેમની મુલાકાત થઇ હતી.

આ પણ વાંચો : PM Modiના શપથગ્રહણ સમારંભમાં કેમ અક્ષય કુમાર આવ્યો નહીં, જાણો કારણ

નોંધનીય છે કે, પીએમ મોદીએ સર્જીકલ સ્ટ્રાઇક પર બનેલી ફિલ્મ ઉરીનો પ્રસિદ્ધ ડાયલોગ દોહરાવ્યો હતો અને તેનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થયો હતો. મુંબઇમાં આ વર્ષે જાન્યુઆરીમાં સિનેમા સંગ્રહાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે મોદીએ ફિલ્મજગત સાથે જોડાયેલ કેટલાય લોકોને સંબોધિત પણ કર્યા હતા. ફિલ્મ કલાકારો સાથે વાતચીતના આ સત્રમાં તેમણે ફિલ્મ ઉરીનો લોકપ્રિય ડાયલોગ "હાઉઝ ધ જોશ" ઉચ્ચાર્યો હતો. જેના પછી ત્યાં ઉપસ્થિત લોકોએ ખૂબ તાળીઓ વગાડી અને હાઇ સર કહીને વળતો જવાબ પણ આપ્યો. જણાવીએ કે ભારત દ્વારા પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી જેનાથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળ્યો હતો અને ભારતના વીર જવાનોના આ કારનામાને ફિલ્મ ઉરીના માધ્યમ દ્વારા દર્શાવવામાં આવ્યા.

bollywood karan johar narendra modi