✕

કરણ જોહર કૉફી વિથ કરણની નવમી અને છેલ્લી સીઝન બાદ નવો ટૉક-શો શરૂ કરશે?

12 October, 2026 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણ એવો શો બનાવવાની યોજના ધરાવે છે, જેના હકો સંપૂર્ણપણે તેના પોતાના બૅનર પાસે હોય

કરણ જોહર ‘કૉફી વિથ કરણ’ની નવમી અને છેલ્લી સીઝન લઈને આવી રહ્યો છે

ફિલ્મમેકર કરણ જોહર પોતાના લોકપ્રિય ચૅટ-શો ‘કૉફી વિથ કરણ’ની નવમી અને છેલ્લી સીઝન લઈને આવી રહ્યો છે. આ શોને લઈને સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ પ્રમામે શો પૂરો થયા બાદ કરણ જોહર પોતાના બૅનર હેઠળ એક નવો સેલિબ્રિટી ટૉક-શો શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છે. કરણ એવો શો બનાવવાની યોજના ધરાવે છે, જેના હકો સંપૂર્ણપણે તેના પોતાના બૅનર પાસે હોય.

આજકાલ ઘણા શો યુટ્યુબથી શરૂ થાય છે અને ધીમે-ધીમે પોતાનો અલગ દર્શકવર્ગ ઊભો કરે છે. ત્યાર બાદ એને મોટા OTT પ્લૅટફૉર્મ પર પણ સ્થાન મળે છે. માનવામાં આવે છે કે કરણ પણ આ જ મૉડલને ધ્યાનમાં રાખીને પોતાના નવા શોનું આયોજન કરી રહ્યો છે. જોકે નવા શોના નામ, ફૉર્મેટ અને પ્લૅટફૉર્મ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ શો ક્યારે શરૂ થશે એ પણ સ્પષ્ટ નથી.

karan johar koffee with karan dharma productions entertainment news bollywood bollywood news