શાહરુખની ઝીરોની વિરુદ્ધ કરવામાં આવેલા ટ્વીટને લાઇક કરતાં ટ્રોલ થયો કરણ

23 March, 2019 08:04 AM IST  | 

શાહરુખની ઝીરોની વિરુદ્ધ કરવામાં આવેલા ટ્વીટને લાઇક કરતાં ટ્રોલ થયો કરણ

કરણ જોહર

શાહરુખની ‘ઝીરો’ને ઓછી આંકવામાં આવેલા ટ્વીટને કરણ જોહરે લાઇક કર્યું હતું. એને લઈને શાહરુખના ફૅન્સમાં નારાજગી ફેલાઈ ગઈ હતી અને તેમણે કરણને લઈને ખાસ્સી નિંદાઓ પણ કરી હતી. વાતને વિગતવાર જાણીએ તો એક યુઝરે ટ્વીટ કર્યું હતું કે અક્ષયકુમારની ‘કેસરી’ના અડધા દિવસનું બૉક્સ-ઑફિસ કલેક્શન શાહરુખની ‘ઝીરો’ના આખા દિવસની કમાણી કરતાં પણ વધુ છે. આ ટ્વીટને કરણ જોહરે લાઇક કરતાં તે ટ્રોલ થઈ ગયો. શાહરુખના ફૅન્સ કહેવા લાગ્યા કે કરણે શાહરુખને નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો છે. આ વાત કરણના ધ્યાનમાં આવતાં તેણે તરત એ ટ્વીટને અનલાઇક કર્યું હતું.

આ પણ વાંચો : EXCLUSIVE:પ્રનૂતન અને ઝ'હીરો' ખોલે છે, પોતાના નામ પાછળના રાઝ

જોકે લોકોએ પહેલેથી જ એનો સ્ક્રિન-શૉટ લઈ રાખ્યો હતો જેના આધારે લોકો કરણને ટ્રોલ કરવા માંડ્યા હતા. વિવાદ વધતાં આ મામલાને શાંત પાડવા માટે ટ્વિટર પર કરણે ટ્વીટ કર્યું હતું કે ‘મારા ટ્વિટર હૅન્ડલ પર ટેક્નિકલ પ્રૉબ્લેમ આવ્યો છે એના કારણે અમુક વિચિત્ર વસ્તુઓ થઈ રહી છે. મારા ટ્વિટરથી કંઈ પણ ટ્વીટ થઈ રહ્યું છે. મેં એ ટ્વીટને લાઇક પણ નથી કર્યું અને એ ટ્વીટ વાંચ્યું પણ નથી. એના માટે હું માફી માગું છું. હું જલદી આ સમસ્યાને દૂર કરીશ.’

karan johar Shah Rukh Khan bollywood news akshay kumar