‘વેલે’માં અંકલ અભય દેઓલ સાથે કામ કરવા ખૂબ જ ઉત્સાહિત છે કરણ દેઓલ

03 August, 2021 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ડિમ્પી ચાચાએ હંમેશાં મને સપોર્ટ કર્યો છે અને એ માટે હું તેમનો આભાર માનું છું. તેમની પાસેથી મને હંમેશાં પ્રેરણા મળી છે અને તેમની સાથે કામ કરવાને હું હંમેશાં યાદ રાખીશ.’

‘વેલે’માં અંકલ અભય દેઓલ સાથે કામ કરવા ખૂબ જ ઉત્સાહિત છે કરણ દેઓલ

સની દેઓલનો દીકરો કરણ દેઓલ હવે ‘વેલે’માં અંકલ અભય દેઓલ સાથે કામ કરતો જોવા મળશે. આ ફિલ્મને અજય દેવગન દ્વારા પ્રોડ્યુસ અને દેવેન મુંજલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. તેલુગુ ક્રાઇમ કૉમેડીની આ હિન્દી રીમેક છે. કરણ તેના અંકલને ડિમ્પી ચાચા કહે છે. આ વિશે વાત કરતાં કરણ દેઓલે કહ્યું હતું કે ‘ડિમ્પી ચાચાએ હંમેશાં મને સપોર્ટ કર્યો છે અને એ માટે હું તેમનો આભાર માનું છું. તેમની પાસેથી મને હંમેશાં પ્રેરણા મળી છે અને તેમની સાથે કામ કરવાને હું હંમેશાં યાદ રાખીશ.’

bollywood news bollywood bollywood gossips karan deol abhay deol