અમે કેટલાય ઍક્ટર્સને લઈ આવ્યા છીએ : રિષબ શેટ્ટી

16 January, 2023 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘કિરિક પાર્ટી’ને લઈને રશ્મિકાએ તેનો આભાર નથી માન્યો એ માટે તેણે આવું કહ્યું

રિષભ શેટ્ટી

‘કિરિક પાર્ટી’ને લઈને રશ્મિકાએ તેનો આભાર માન્યો નથી એ માટે રિષબ શેટ્ટીએ તેનું નામ લીધા વગર આડકતરી રીતે જણાવ્યું કે અમે કેટલાય ઍક્ટર્સને લઈ આવ્યા છીએ. આ વાત ત્યારે શરૂ થઈ જ્યારે તાજેતરમાં ‘કિરિક પાર્ટી’ની રિલીઝને ૬ વર્ષ પૂરાં થયાં હતાં. ૨૦૧૬માં આવેલી આ ફિલ્મને રિષબ શેટ્ટીએ ડિરેક્ટ કરી હતી. પોતાની પહેલી ફિલ્મની સફળતાને લઈને રશ્મિકાએ ન તો ડિરેક્ટરનો કે ન તો પ્રોડક્શન-હાઉસનો આભાર માન્યો હતો. એને લઈને લોકોને લાગ્યું કે આ રિષબનું અપમાન છે એથી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. હવે જવાબ આપતાં કોઈનું નામ લીધા વગર રિષબ શેટ્ટીએ કહ્યું કે ‘તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે ઘણા બધા આર્ટિસ્ટ્સને લઈ આવ્યા છીએ અને કેટલાય ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સે અમને તક આપી છે. તો એવા જ લિસ્ટમાં રહીશું. વધારે કાંઈ નથી કહેવું.’

entertainment news bollywood news bollywood gossips bollywood south india