રિયલ-લાઇફ સ્ટોરી પર આધારિત એપિક ઍક્શન-ડ્રામાને ડિરેક્ટ કરશે કંગના

11 April, 2019 09:41 AM IST  | 

રિયલ-લાઇફ સ્ટોરી પર આધારિત એપિક ઍક્શન-ડ્રામાને ડિરેક્ટ કરશે કંગના

કંગના રનૌત (ફાઈલ ફોટો)

કંગના રનોટની ડિરેક્ટર તરીકેની આગામી ફિલ્મ ઍક્શન-ડ્રામા છે. કંગનાએ ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ દ્વારા ડિરેક્ટર તરીકેની શરૂઆત કરી હતી. ડિરેક્ટર તરીકેની આગામી ફિલ્મની ãસ્ક્રપ્ટ પર તે ઘણા સમયથી કામ કરી રહી હતી અને હવે તેણે એ ફાઇનલ કરી દીધી છે. આ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતા પર આધારિત છે. આ વિશે કંગનાએ કહ્યું હતું કે ‘હું મારી આગામી ફિલ્મની જાહેરાત કરવાની તૈયારીમાં છું. આ એક ઍક્શન ફિલ્મ અને એપિક ડ્રામા છે. આ ફિલ્મ પાછળ મેં ઘણો સમય ફાળવ્યો છે. અમે હવે આ માટેની અન્ય તૈયારીઓ પર કામ કરી રહ્યા છીએ, પરંતુ સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ ગઈ છે. અમે બહુ જલદી ફોટોશૂટ કરીશું અને ત્યાર બાદ એનું પોસ્ટર પણ રિલીઝ કરીશું.’

આ પણ વાંચોઃ શું તમને ખબર છે આ સેલેબ્સના વાઈફ છે ગુજરાતી!

kangana ranaut bollywood